ટોપ ન્યૂઝનેશનલ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 80 લાખથી વધુ લોકોને મફત રાશનની સુવિધા

Text To Speech

કેન્દ્ર સરકારે ગરીબોને મફત અનાજ આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સમયગાળો એક વર્ષ માટે લંબાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં ‘વન રેન્ક વન પેન્શન સ્કીમ’ અને ગરીબો માટે મફત રાશન આપવાનો નિર્ણય લેવાયો છે. જેમાં 1 જુલાઈ 2014થી 20 લાખ 60 હજાર 220 પેન્શનધારકોને જે લાભ આપવામાં આવ્યો હતો, હવે તેની સંખ્યા 25 લાખથી વધુ થઈ જશે.

OROPમાં સુધારો કરવામાં આવ્યો

મળતી માહિતી મુજબ કેબિનેટની બેઠકમાં સશસ્ત્ર દળો માટે OROPમાં સુધારો કરવામાં આવ્યો છે. આ સાથે સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 81.3 કરોડ ગરીબોને વર્ષમાં મફત રાશન આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યુ હતુ કે 1 જુલાઈ 2014 પછી નિવૃત્ત થયેલા સુરક્ષા કર્મચારીઓ સહિત OROPના લાભાર્થીઓની સંખ્યા વધીને 25 લાખ 13 હજાર 2 થઈ ગઈ છે. 1 એપ્રિલ 2014 પહેલા આ સંખ્યા 20 લાખ 60 હજાર 220 હતી. તેમજ 1 જુલાઈ, 2014 પછી સ્વૈચ્છિક રીતે નિવૃત્ત થયેલા સંરક્ષણ કર્મચારીઓને આ લાભ નહીં મળે.

તેમજ જણાવ્યુ હતુ કે વન રેન્ક વન પેન્શનમાં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉ 20.60 લાખ પેન્શનધારકોને લાભ મળતો હતો. હવે રિવિઝન બાદ 25 લાખ પેન્શનરો થયા છે.

આ પણ વાંચો: “જાગો ગ્રાહક જાગો” : આજે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને ઉદ્દેશ

ખાદ્ય સુરક્ષા હેઠળ 81.3 કરોડ ગરીબોને વર્ષમાં મફત રાશન

સરકાર ખાદ્ય સુરક્ષા હેઠળ 81.3 કરોડ ગરીબોને એક વર્ષ માટે મફત અનાજ વિતરણ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં લગભગ બે કરોડ રુપિયાનો ખર્ચ થશે, જે તમામ ખર્ચ સરકાર ઉઠાવશે. આ સાથે 3 રુ પ્રતિ કિલોના દરે ચોખા અને 2 રુ પ્રતિ કિલોના દરે ઘઉંનુ વિતરણ કરાશે.

Back to top button