આધાર પાન લિંક કરવાની મુદતમાં 3 માસનો વધારો કરાયો છે. છેલ્લી તારીખ 31 માર્ચ હતી જે લંબાવીને હવે 30 જૂન કરવામાં આવી છે.
આ પણ વાંચો : ઉમેશ પાલ અપહરણ કેસનો ચુકાદો, અતીક અહેમદ સહિત ત્રણને આજીવન કેદ
આધાર પાન લિંક કરવા માટેની છેલ્લી તારીખં 31 માર્ચ હતી. જે હવે લંબાવીને 30 જૂન કરવામાં આવી છે. આધાર પાન લિંક કરવાની મુદતમાં 3 માસનો વધારો કરવામાં આવ્યો છે. આધાર કાર્ડ હવે 30 જૂન સુધી કરી શકાશે. લોકની રજૂઆત બાદ કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આધાર પાન લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ હતી.
25 ડિસેમ્બરે એક એડવાઈઝરી જાહેર કરાઈ હતી
ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટે દ્વારા 25 ડિસેમ્બરે એક એડવાઈઝરી જાહેર કરી હતી કે આવતા વર્ષના માર્ચના અંત સુધીમાં જે PAN આધાર સાથે લિંક ન હોય તેને નિષ્ક્રિય કરી દેવામાં આવશે. જે મુજબ આવકવેરા અધિનિયમ, 1961 મુજબ તમામ PAN ધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેઓએ 31 માર્ચ, 2023 પહેલા તેમના PAN ને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. જે PAN આધારથી અનલિંક હશે તે 1 એપ્રિલ 2023થી નિષ્ક્રિય થઈ જશે. વધુમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT) દ્વારા 30 માર્ચે જાહેર કરાયેલા એક પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે એકવાર PAN નિષ્ક્રિય થઈ જાય, તો વ્યક્તિ આવકવેરા કાયદા હેઠળના તમામ પરિણામો માટે જવાબદાર રહેશે અને તેને બહુવિધ અસરોનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો : ભાજપના ધારાસભ્ય મનીષા વકીલે કોંગ્રેસને અદાણી મામલે પાંચ સવાલો પૂછ્યા, જાણો શું કહ્યું ?
કોને લિંકઅપમાં મુક્તિ આપવામાં આવી છે
કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા મે 2017માં જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ આસામ, જમ્મુ અને કાશ્મીર અને મેઘાલય રાજ્યોમાં રહેતી વ્યક્તિઓ, બિન-નિવાસી (આવકવેરા અધિનિયમ, 1961 મુજબ), 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના અગાઉના વર્ષ દરમિયાનનો સમય જેમણે 50 વર્ષની વય પૂર્ણ કરી છે અને એવી વ્યક્તિઓ કે જેઓ ભારતના નાગરિક નથી તેમને આમાંથી મુક્તિ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આવકવેરા વિભાગે જાહેર પરામર્શમાં જણાવ્યું હતું કે “પાનને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે, તે જરૂરી છે. વિલંબ કરશો નહીં, આજે જ લિંક કરો!”
તેમજ કહેવામાં આવ્યુ હતું કે, 31 માર્ચ 2023 સુધીમાં જો પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવામાં નહી આવે તો તમારું પાનકાર્ડ કોઈ જ કામનું રહેશે નહી. એટલું જ નહી ઇન્કમટેક્સ એક્ટની કલમ 272B મુજબ તમારે 10,000 રૂપિયાનો સુધીનો દંડ પણ ભરવો પડશે.