કેન્દ્ર સરકારે ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલતો માટે ચાલતી યોજનાને ત્રણ વર્ષ લંબાવી
- નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ થશે
- એફટીએસસીની રચના સમર્પિત અદાલતો તરીકે કરવામાં આવી છે, જે ઝડપી ન્યાય કરે છે
- 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ આ યોજનામાં ભાગ લીધો છે
નવી દિલ્હી, 29 નવેમ્બર: કેન્દ્રીય મંત્રીમંડળે 01.04.2023થી 31.03.2026 સુધી કેન્દ્ર પ્રાયોજિત વિશેષ અદાલત (એફટીએસસી)ને ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે, જેની નાણાકીય અસર રૂ. 1952.23 કરોડ (કેન્દ્રીય હિસ્સા તરીકે રૂ. 1207.24 કરોડ અને રાજ્યના હિસ્સા તરીકે રૂ. 744.99 કરોડ) થશે. આ માટે નિર્ભયા ફંડમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવશે. આ યોજના 02.10.2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.
મહિલાઓ અને બાળકોની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવાની દિશામાં સરકારના પ્રયત્નો ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ કાર્યક્રમ જેવી અનેક પહેલો દ્વારા સ્પષ્ટ થાય છે. બાળકીઓ અને મહિલાઓ પર દુષ્કર્મની ઘટનાઓએ દેશ પર ઉંડી અસર કરી છે. આ પ્રકારની ઘટનાઓની વારંવારની અને અપરાધીઓની લાંબી સુનાવણીને કારણે એક સમર્પિત અદાલતી પ્રણાલીની સ્થાપના કરવી જરૂરી બની હતી, જે ટ્રાયલને ઝડપી બનાવવા અને જાતીય ગુનાઓનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે સક્ષમ હોય. તેના પરિણામે કેન્દ્ર સરકારે ધ ક્રિમિનલ લો (એમેન્ડમેન્ટ) એક્ટ, 2018 બનાવ્યો હતો, જેમાં દુષ્કર્મના ગુનેગારોને મૃત્યુદંડ સહિત કડક સજાનો સમાવેશ થાય છે, તેના માટે ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ્સ (એફટીએસસી)ની રચના કરવામાં આવી છે.
એફટીએસસીની રચના સમર્પિત અદાલતો તરીકે કરવામાં આવી છે, જે ઝડપી ન્યાય કરે છે. યુનિયન ઓફ ઇન્ડિયાએ ઓગસ્ટ 2019માં દુષ્કર્મ અને બાળકોનાં યૌન અપરાધ સંરક્ષણ ધારા (પોક્સો એક્ટ) સાથે સંબંધિત કેસોનાં સમયસર નિકાલ માટે એફટીએસસી સ્થાપિત કરવા માટે કેન્દ્ર પ્રાયોજિત યોજના તૈયાર કરી હતી. તારીખ 25.07.2019નાં રોજ આ યોજનામાં પોક્સો કાયદાનાં 100થી વધારે કેસો ધરાવતાં જિલ્લાઓ માટે વિશિષ્ટ પોક્સો અદાલતોની સ્થાપના કરવાની કામગીરી કરવામાં આવી હતી. શરૂઆતમાં ઓક્ટોબર 2019માં એક વર્ષ માટે શરૂ થયેલી આ યોજનાને 31.03.2023 સુધી વધારાના બે વર્ષ માટે લંબાવવામાં આવી હતી. હવે તેને 31.03.2026 સુધી લંબાવવામાં આવી છે.માં રૂ. 1952.23 કરોડનો નાણાકીય ખર્ચ થશે, જેમાં નિર્ભયા ફંડમાંથી ભંડોળ પૂરું પાડવામાં આવશે.
કાયદા અને ન્યાય મંત્રાલયનાં ન્યાય વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એફટીએસસીની કેન્દ્ર સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી યોજના સમગ્ર દેશમાં એફટીએસસી સ્થાપિત કરવા માટે રાજ્ય સરકારનાં સંસાધનોમાં વધારો કરે છે, જેથી દુષ્કર્મ અને પોક્સો કાયદા સાથે સંબંધિત કેસોનો ઝડપથી નિકાલ સુનિશ્ચિત થાય છે.
30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોએ આ યોજનામાં ભાગ લીધો છે, જેમાં 761 એફટીએસસી કાર્યરત કરવામાં આવી છે, તેમાં 414 વિશિષ્ટ પોક્સો અદાલતો સામેલ છે. આ અદાલતોએ 1,95,000થી વધારે કેસોનું સમાધાન કર્યું છે. આ અદાલતો અંતરિયાળ અને દૂર-સુદૂરના વિસ્તારોમાં પણ જાતીય અપરાધોનો ભોગ બનેલા લોકોને સમયસર ન્યાય અપાવવામાં સરકારના પ્રયત્નોને ટેકો આપે છે.
આ યોજનાનાં અપેક્ષિત પરિણામો આ મુજબ છેઃ
જાતીય અને લિંગ-આધારિત હિંસાનો અંત લાવવા માટે રાષ્ટ્રની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
દુષ્કર્મ અને પોક્સો એક્ટના પેન્ડિંગ કેસોમાં નોંધપાત્ર ઘટાડો, ન્યાયિક વ્યવસ્થા પરના ભારણને દૂર કરવા.
સુધારેલી સુવિધાઓ અને ઝડપી સુનાવણી દ્વારા જાતીય ગુનાઓનો ભોગ બનેલા લોકોને ઝડપી ન્યાય.
કેસોનો ભાર મેનેજ કરી શકાય તેવી સંખ્યામાં ઓછો કરો.
આ પણ વાંચો, રાહુલ દ્રવિડ જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રહેશે, BCCIની જાહેરાત