કેન્દ્રીય ચૂંટણી પંચનો આજે ગુજરાતમાં બીજો દિવસ, આ શહેરની કરશે મુલાકાત
- ગમે ત્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી
- ચૂંટણી પૂર્વે આચાસંહિતાના મુદ્દા અંગે ચર્ચા
- સ્થાનિક પોલીસ અને પ્રશાસના કામની સમીક્ષા
વિધાનસભાની ચૂંટણી માટેની જાહેરાત ગમે ત્યારે થઈ શકે છે ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ગુજરાતની મુલાકાતે છે. પ્રથમ દિવસે રવિવારના રાજકોટમાં સાત જિલ્લાની સમીક્ષા કરી હતી અને આજે બીજા દિવસે સુરતમાં ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા બેઠક કરશે. જેમાં મતદાનની વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત,આચાર સંહિતા સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા રોકવા બદલ મનીષ સિસોદિયાની ધરપકડ થશે: AAPનો દાવો
આજે કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ સુરતમાં સમિક્ષા બેઠક યોજશે. ટણી પંચના અધિકારીઓ મતદાર યાદીથી લઇને જિલ્લાની જે તમામ નાની નાની બાબતોનો રિપોર્ટ તૈયાર કરશે અને સમીક્ષા કર્યા બાદ દિલ્લી જઈને ગુજરાત વિધાનસભાની ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરી શકે તેવી સંભાવના છે.
રાજકોટમાં સમીક્ષા બેઠક થઈ
રવિવારે રાજકોટ ખાતે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા સાત જિલ્લાની ચૂંટણીની તૈયારીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી. રાજકોટ ખાતે આવેલ કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હરિદેશકુમાર, પ્રિન્સિપલ સેક્રેટરી એસ.બી.જોશી તથા ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીએ વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અંગે થયેલી તૈયારીની સમીક્ષા બેઠક યોજી હતી.
આ પણ વાંચો : ગુજરાતમાં કોંગ્રેસ ચૂપ નથી બેઠી, ચૂંટણી પ્રચાર માટે આ ખાસ રણનીતિ અપનાવી
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી સંદર્ભે વિવિધ પાસાઓ અંગે વિસ્તૃત માહિતી ઉપસ્થિત સંબંધીત જિલ્લાઓના કલેકટર અને પોલીસ અધિક્ષકો દ્વારા રજુ કરાઇ હતી. આ તકે કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશ્નર હરિદેશકુમારે ઉપસ્થિત સૌ અધિકારીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શક સુચનો કર્યા હતા.