પ્રમુખસ્વામી નગરના દ્વાર આજથી સામાન્ય જનતા માટે ખુલ્લા મુકાયા, ગૃહમંત્રી કરાવશે ઉત્સવનો પ્રારંભ


ગુજરાતના અમદાવાદ ખાતે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવનો આજ સાંજથી પ્રારંભ થઈ ગયો છે. ત્યારે ગતરોજને પીએમ મોદીના હસ્તે ઉદ્ધાટન બાદ આજથી સામાન્ય જનતા માટે મંદિર પ્રાંગણના દ્વાર ખોલવામાં આવશે. ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવશે અને પ્રમુખ સ્વામીના જન્મ શતાબ્દી મહોત્સવામાં ભાગ લેશે. તેમજ આજે થનાર માનવ ઉત્સવનો પ્રારંભ કરાવશે.

અમિત શાહ આજે ગુજરાત આવશે
અમદાવાદના ઓગણજ- સાયન્સ સિટી વચ્ચે રિંગ રોડ પાસેના 600 એકરમાં ફેલાયેલ સ્વામીનારાયણ મંદિરને પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ નિમીતે શણગારમાં આવ્યુ છે. ત્યારે ગઈકાલે પીએમ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જે બાદ હવે શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે અમિત શાહ ગુજરાત આવી રહ્યા છે. ત્યારે આજે તેઓ કાર્યક્રમમાં ભાગ લઈ માનવ ઉત્સવનો પ્રારંભ કરાવશે.

આ પણ વાંચો: જાણો પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની એન્ટ્રીથી લઈ એક્ઝિટ સુધીની સમગ્ર વિગતો
સામાન્ય જનતા માટે મંદિરના દ્વાર આજથી ખુલ્લા
શતાબ્દી મહોત્સવ નિમિતે અનેક કાર્યક્રમોનું મંદિર પરિસર ખાતે આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આજથી જનતા માટે મંદિરના દ્વાર ખુલતા અંદાજે રોજ 1 લાખ જેટલા મુલાકાતીઓ આવશેનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારે શનિવાર અને રવિવારે સંખ્યામાં વધારો થતા કદાચ 2થી 3 લાખે પહોંચી શકે છે. ત્યારે બપોરના 2 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી મંદિર દ્વાર ખુલ્લા રહશે.
શહેરના લાલદરવાજા, વાડજ, વાસણા, સારંગપુર, વગેરે વિસ્તારો અને કાલુપુર, સાબરમતી, મણિનગર રેલવે સ્ટેશન તેમજ ગીતામંદિર, રાણીપ, કૃષ્ણનગર, ઝાંસીની રાણીથી પ્રમુખ સ્વામીનગર ખાતે આવવા-જવા માટે જરૂરીયાત મુજબ AMTS બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.