સોનાલી ફોગાટ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. આ મામલાની તપાસ કરી રહેલી સીબીઆઈ ટીમે તેની ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે સોનાલી ફોગાટને બળપૂર્વક MDMA ડ્રગ આપવામાં આવ્યુ હતી. તે પણ એક વખત નહીં પરંતુ 7 વખત. તેમજ તેને પ્લાસ્ટિકની બોટલથી જબરદસ્તીથી ડ્રગ આપવામાં આવ્યુ હતી.
ચાર્જશીટ મુજબ, જ્યારે સોનાલી ફોગટ, સુધીર સાંગવાન અને સુખવિંદર બધા કર્લીઝ રેસ્ટોરન્ટમાં હતા ત્યારે સુધીર અને સુખવિંદરએ તેને પ્લાસ્ટિકની બોટલમાંથી કઈ પીવડાવ્યુ હતુ. જે અંગેનો એક સીસીટીવી પણ સામે આવ્યો છે.
આ પણ વાંચો:
ફોગાટને બળજબરીથી 7 વાર ડ્રગ્સ અપાયું હતું
જ્યારે તમામ સીસીટીવીની તપાસ કરવામાં આવી ત્યારે સીબીઆઈને જાણવા મળ્યું કે સુધીર અને સુખવિંદરે સોનાલીને 7 વખત ડ્રગ્સ આપ્યું હતું. ચાર્જશીટ મુજબ, કર્લીઝ રેસ્ટોરન્ટના કેમેરા નંબર 9 તપાસવા પર જાણવા મળ્યું કે 22 ઓગસ્ટની રાત્રે 01:09, 01:10, 01:13, 01:19, 01:22, 01:25 અને 01 વાગ્યે :27 પરંતુ સુધીર અને સુખવિન્દર બંને સોનાલીને MDMA આપતા જોવા મળ્યા હતા.
CBIએ કર્લીઝ રેસ્ટોરન્ટના વેઈટરને પણ પોતાનો સાક્ષી બનાવ્યો છે. વેઈટર સરધન દાસે સીબીઆઈને જણાવ્યું કે 22 ઓગસ્ટે તેઓ નાઈટ શિફ્ટમાં હતા અને તેમની ડ્યુટી પહેલા માળે જ હતી. તેની ડ્યુટી દરમિયાન તેણે જોયું કે સોનાલી સુધીર સાથે ડાન્સ કરી રહી હતી અને સુધીર તેને દારૂ પીવા માટે દબાણ કરી રહ્યો હતો.