ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં આંખો આવવાના એટલે કે વાયરલ રોગનું કારણ આવ્યું સામે

Text To Speech
  • એક દિવસ પહેલાં દૈનિક 13 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા
  • ગુજરાતમાં આ વાયરસના અત્યારે રોજના 25થી 30 હજાર કેસ
  • એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સની જરૂરિયાત દરેક દર્દીને હોતી નથી

ગુજરાતમાં આંખો આવવાના એટલે કે વાયરલ રોગનું કારણ સામે આવ્યું છે. જેમાં ‘અખિયાં મિલા કે’ સંક્રમણ એડીનો વાઈરસ-એન્ટ્રો વાઇરસ દ્વારા ફેલાયો છે. તથા રાજ્યમાં આંખો આવવાના રોજના 25થી 30 હજાર કેસ છે. તથા દરેક દર્દીને એન્ટિબાયોટિક આઈ ડ્રોપ્સની જરૂરિયાત હોતી નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી, જાણો કયા ખાબકશે મેઘ 

ગુજરાતમાં આ વાયરસના અત્યારે રોજના 25થી 30 હજાર કેસ

ગુજરાતમાં આ વાયરસના અત્યારે રોજના 25થી 30 હજાર કેસ આવે છે.ગુજરાતમાં આંખો આવવાના એટલે કે વાયરલ કન્જંક્ટિવાઈટિસના સતત વધતાં કેસોએ ચિંતા વધારી છે. નિષ્ણાતોના અભિપ્રાય મુજબ આ સંક્રમણ એડીનો વાયરસ-એન્ટ્રો વાયરસ દ્વારા ફેલાયો છે, આ સંદર્ભે એમ એન્ડ જે ઈન્સ્ટિટયૂટ ઓફ ઓપ્થલ્મોલોજી અમદાવાદ ખાતે કન્જંક્ટિવાઈટિસના દર્દીઓની આંખમાંથી લેવાયેલા નમૂનાની લેબોરેટરી પરીક્ષણમાં પણ આ વાયરસની હાજરી જોવા મળી છે. સામાન્ય રીતે પાંચ દિવસમાં આ રોગ મટી જાય છે, આ સંક્રમણને કારણે આંખની દ્રષ્ટિને પણ નુકસાન થતું નથી. ગુજરાતમાં અત્યારે રોજના 25થી 30 હજાર જેટલા આંખો આવવાના કેસ સામે આવી રહ્યા છે.

એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સની જરૂરિયાત દરેક દર્દીને હોતી નથી

આંખના રોગના નિષ્ણાતો કહે છે કે, આંખના ચેપની સારવારમાં એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સની જરૂરિયાત દરેક દર્દીને હોતી નથી, ખાસ કિસ્સા જેવા કે સેકેન્ડરી બેક્ટેરિયલ ઈન્ફેક્શન થવાના કારણે કીકીમાં રોગની અસર જણાય અને દ્રષ્ટિને નુકસાન થવાની શક્યતા હોય તો તેવા સંજોગોમાં તબીબી અભિપ્રાય મુજબ એન્ટીબાયોટિક આઈ ડ્રોપ્સની સારવાર લેવાની થાય છે. સરકારનો દાવો છે કે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાયરલ કન્જંક્ટિવાઈટિસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ગુજરાતમાં આ વાયરસના અત્યારે રોજના 25થી 30 હજાર કેસ આવે છે, એક દિવસ પહેલાં દૈનિક 13 હજાર જેટલા કેસ સામે આવ્યા હતા.

Back to top button