- યોગ્ય જવાબ રજુ નહીં થાય તો કાર્યવાહી થશે
- દરોડા ઉપરાંત વ્યવહાર રાખનારને પણ નોટીસ
- નવા નિયમ પ્રમાણે ત્રણ વર્ષ જુના કેસ રીઓપન કરી શકાય નહીં
ગુજરાતના 5 હજારથી વધુ કરદાતાઓના કેસ રીઓપન કરીને નોટીસ ફટકારી છે. જેમાં છેલ્લી ઘડીએ 5 હજારથી વધુ કરદાતાને ઈન્કમટેક્સની નોટીસ મળતા દોડધામ થઇ છે. તેમાં જુના કેસ રી-ઓપન કરી માર્ચના અંતમાં નોટિસ ફટકારાઈ છે. એસેસમેન્ટ સમયે આવક ઓછી દર્શાવવા બદલ નોટીસ ફટકારવામાં આવી છે. દરોડા ઉપરાંત વ્યવહાર રાખનારને પણ નોટીસ આપવામાં આવી છે.
આ પણ વાંચો: અમદાવાદ: પાલડીના યુવકને ગઠિયાએ લિંક મોકલી રૂ.17.84 લાખ ઉડાવ્યા
નવા નિયમ પ્રમાણે ત્રણ વર્ષ જુના કેસ રીઓપન કરી શકાય નહીં
ઇન્કમટેક્સના નવા નિયમ પ્રમાણે ત્રણ વર્ષ જુના કેસ રીઓપન કરી શકાય નહીં. તેને કારણે માર્ચના છેલ્લા સપ્તાહમાં ઇન્કમટેક્સ વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 5 હજારથી વધુ કરદાતાઓના કેસ રીઓપન કરીને નોટીસ ફટકારી છે. આ માટે માર્ચના છેલ્લા સપ્તાહમાં મોડી રાત સુધી ઇન્કમટેકસ કચેરીઓ ધમધમતી રહી હોવાની વિગતો જાણવા મળી છે. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓએ જે પણ કરદાતાઓએ આઇટી રીટર્નમાં આવક ઓછી દર્શાવી હોય અને તેના કરતા વધુ મિલકત કે આવકના પુરાવા મળ્યા હોય તેવા કિસ્સામાં ત્રણ વર્ષ જુના કેસ પણ ફરીછી ખોલીને તેમાં કરદાતા સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેથી ઇન્કમટેકસ વિભાગે આવા કરદાતાઓની વિગતો એકત્ર કરીને તેઓના કેસ રીઓપન કરવા માટે ઇન્કમટેક્સની કલમ 148 પ્રમાણે નોટીસ મોકલી છે. માર્ચ માસના છેલ્લા એક સપ્તાહમાં આ રીતે અંદાજીત 5 હજારથી વધુ કરદાતાઓને ઇન્કમટેકસ વિભાગે નોટીસ મળતા હાલ તો કરદાતાઓ દોડતા થઇ ગયા છે.
આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના મહામારી પછી બાયો મેડિકલ કચરાનું પ્રમાણ વધ્યું
દરોડા ઉપરાંત વ્યવહાર રાખનારને પણ નોટીસ
ઇન્કમટેક્સ વિભાગે છેલ્લા ત્રણ વર્ષમાં જે પણ સ્થળો પર તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. તેવા કિસ્સામાં પણ નોટીસ મોકલવામાં આવી છે. કારણ કે તેઓ સાથે કરવામાં આવેલા કેટલાય નાંણાકીય વ્યવહાર રોકડમાં કરવામાં આવ્યુ હોવાનુ ઇન્કમટેક્સના અધિકારીઓને તપાસમાં બહાર આવ્યુ હતુ. જેથી આ વ્યવહારો આઇટી રીટર્નમાં દર્શાવ્યા નહીં હોવાથી આવા કરદાતાઓને પણ નોટીસ આપવામાં આવી હોવાની વિગતો જાણવા મળી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં આવેલ આ વર્લ્ડ હેરિટેજ મ્યુઝિયમમાં વીજ બિલ નહીં ભરાતા અંધાર પટ
યોગ્ય જવાબ રજુ નહીં થાય તો કાર્યવાહી થશે
માર્ચના છેલ્લા સપ્તાહમાં ઇન્કમટેક્સ વિભાગે સુરત સહિત દક્ષિણ ગુજરાતના 5 હજારથી વધુ કરદાતાઓના કેસ રીઓપન કરવા માટેની નોટીસ ફટકારી છે. જેથી પાછલા વર્ષોના હિસાબ તેઓએ રજુ કરવાના રહેશે. તેમાં વિસંગતતા જોવા મળશે તો આઇટીના નિયમ પ્રમાણે કાર્યવાહી થવાની શકયતા રહેલી છે.