અમદાવાદમાં રહીને આતંકી સંગઠનનો પ્રચાર પ્રસાર કરતા આરોપીઓનો કેસ NIAને અપાયો
- કેટલા બાંગ્લાદેશી નાગરિકો સંડોવાયેલા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું
- બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી યુવાનોને કટ્ટરપંથી બનાવતા
- આરોપીઓ આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરતા હતા
અમદાવાદમાં રહીને આતંકી સંગઠનનો પ્રચાર પ્રસાર કરતા આરોપીઓનો કેસ NIAને અપાયો છે. જેમાં બાંગ્લાદેશના અલ કાયદાના ચાર સાગરીતોનો કેસમાં હવે મોટા ખુલાસા સામે આવશે. ગુજરાતના ત્રાસવાદ વિરોધી દળે અમદાવાદમાંથી બોગસ દસ્તાવેજો સાથે આરોપીઓને પકડ્યા હતા. જેમાં બાંગ્લાદેશના માસ્ટરમાઇન્ડના ઈશારે ગુજરાતમાં કટ્ટરપંથી ફેલાવાનું ષડયંત્ર રચાયુ હતુ. ત્યારે ચાર આરોપીઓ સામેનો કેસ કેન્દ્ર સરકારે (NIA)ને સોપ્યો છે.
આ પણ વાંચો: ગુજરાત: આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલી GST કૌભાંડ કરનારા પર તવાઇ
આરોપીઓ આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરતા હતા
બોગસ આઈડીથી અમદાવાદમાં રહીને આતંકી સંગઠન અલ કાયદાનો પ્રચાર પ્રસાર કરવાના મામલે ગુજરાત એટીએસ દ્વારા પકડેલા ચાર આરોપીઓ સામેનો કેસ કેન્દ્ર સરકારે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને સોંપી છે. એનઆઈએ દ્વારા આરોપીઓ સામેના કેસના દસ્તાવેજો ગુજરાત એટીએસમાંથી મેળવ્યા છે. આગામી દિવસોમાં NIA અમદાવાદ દ્વારા મોહમ્મદ સોજીબ, મુન્ના ખાલિદ અંસારી, અઝહરુલ ઈસ્લામ અંસારી અને મોમિનુલ અંસારીની સાબરમતી જેલમાં જઈને પુછપરછ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો: અમદાવાદ: હોસ્પિટલમાં મેલેરિયાના કેસ વધ્યા, વાઈરલ ઈન્ફેક્શનના કેસનો આંકડો જાણી રહેશો દંગ
બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર
બાંગ્લાદેશમાં બેઠેલા માસ્ટરમાઈન્ડના આદેશથી ગુજરાતના યુવાનોને કટ્ટરપંથી બનાવવાનું ષડયંત્ર ચાલતું હતું. તે ઉપરાંત આતંકવાદ માટે વિદેશમાંથી ભંડોળ એકત્ર કરવાના પણ કેટલાક પુરાવા એટીએસને મળ્યા હતા.જેના આધારે ગુજરાત એટીએસએ મોહમદ સોજીબમીયાં અહેમદ ફકીર, મુન્ના ખાલિદ અંસારી, અઝહરુલ ઈસ્લામ અંસારી અને મોમિનુલ અંસારીની તબક્કાવાર ધરપકડ કરી હતી. આરોપી મોહમદસોજીમીયાં પાસેથી 600 ટાકા તથા અલકાયદાના ભંડોળ માટે ઉઘરાવેલા રૂ.27,500 મળી આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ: વિદેશ જવાની લાલચમાં વધુ એક પરિવાર ફસાયો
કેટલા બાંગ્લાદેશી નાગરિકો સંડોવાયેલા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું
આરોપીઓ વર્ષ 2019ના માર્ચ-એપ્રિલમાં બાંગ્લાદેશથી ભારતમાં ગેરકાયદે રીતે બે વખત ઘુસણખોરી કરી અમદાવાદ, ધોળકા તથા અન્ય રાજ્યોમાં રહ્યા હતા. વર્ષ 2016માં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદાનો સક્રિય સભ્ય થયા હતા. આરોપીઓ ભારતમાં આવ્યા બાદ ચારેક મુસ્લિમ યુવકોને અલકાયદા તન્જીમમાં જોડાવવા પ્રેરિત કર્યા હતા. અલ કાયદા માટે નાણાં એકત્રિત કર્યા હતા. આંતકવાદી સંગઠન અલ કાયદાનો અમદાવાદ સહિત દેશમાં પ્રચાર તથા પ્રસાર કરવા માટે કેટલા બાંગ્લાદેશી નાગરિકો સંડોવાયેલા હોવાનું તપાસમાં ખૂલ્યું હતું.