અમદાવાદમાં નકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો
- શહેરમાં નકલી જજની નકલી ડિગ્રી આવી સામે
- આરોપીની ઈન્ટરનેશનલ લો ડિગ્રી સામે પણ સવાલ ઉભો થયો
- કરોડોની જમીન પચાવી પાડવા નકલી કોર્ટ ઊભી કરાઈ હતી
અમદાવાદમાં નકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો છે. જેમાં નકલી જજના નકલી ડિગ્રી સર્ટિફિકેટને લઈને વેસ્ટ આફ્રિકાના ઘાનાની કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ નોટિસ ફટકારી છે. આ યુનિવર્સિટીની તસવીરો વાયરલ થઈ હતી.
કરોડોની જમીન પચાવી પાડવા નકલી કોર્ટ ઊભી કરાઈ હતી
ગુજરાતમાં કરોડોની જમીન પચાવી પાડવા ઊભી કરાઈ નકલી કોર્ટ અને બની બેઠેલા જજ મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિનનો કેસ હાલ ચર્ચામાં છે, ત્યારે સમગ્ર મામલે નકલી લવાદ મોરિસને અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે નકલી જજના 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારબાદ હવે મોરીસના વધુ એક કાંડનો પર્દાફાશ થયો છે.
આરોપીની ઈન્ટરનેશનલ લો ડિગ્રી સામે પણ સવાલ ઉભો થયો
નકલી જજ બનેલા મોરીસ સેમ્યુઅલ ક્રિશ્ચિયનનો મામલો વિદેશ સુધી પહોંચ્યો છે. નકલી જજના નકલી ડિગ્રી સર્ટિફિકેટને લઈને વેસ્ટ આફ્રિકાના ઘાનાની કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ નોટિસ ફટકારી છે. આ યુનિવર્સિટીની તસવીરો વાયરલ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા યુનિવર્સિટીનો સંપર્ક સાધ્યો હતો. આ દરમિયાન યુનિવર્સિટી દ્વારા મોટો ખુલાસો કરાયો છે. કોમનવેલ્થ વોકેશનલ યુનિવર્સિટીએ કહ્યું હતું કે, ‘જો કોઈપણ છેતરપિંડી થાય છે તો યુનિવર્સિટી જવાબદાર રહેશે નહીં.’ આ સિવાય આરોપીની ઈન્ટરનેશનલ લો ડિગ્રી સામે પણ સવાલ ઉભો થયો છે.
આ પણ વાંચો: ગુજરાત: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ પક્ષ નહીં ઉતારે ઉમેદવાર