ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો, અરજદારે લગાવ્યા આ આરોપ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજેતા થયેલા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતીયાની મુશ્કેલીમાં વધારો થયો છે. કાંતિ અમૃતીયાની જીતને પડકારતી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. આ અરજીમાં અરજીમાં ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને નોટિસ જારી કરવામાં આવી છે.
કાંતિ અમૃતિયાની જીતને પડકારતી અરજી
મારબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારવામાં આવી છે. કાંતિ અમૃતિયાની જીતને પડકારતી અરજી હાઈકોર્ટમાં કરવામા આવી છે. જેમાં અરજદારે કરેલી ઈલેક્શન પિટિશનમાં કાંતિ અમૃતિયાએ ઉમેદવાર તરીકે રજૂ કરેલા સોગંદનામાની વિગતો સામે સલવા ઉઠાવવામાં આવ્યા છે. આ અરજીમાં ચૂંટણી પંચ સહિતના પક્ષકારોને નોટિસ જારી કરવામાં આવી છે. અને હાઈકોર્ટે આ તમામ લોકોને આગામી મુદત સુધીમાં જવાબ રજૂ કરવાના નિર્દેશો આપ્યા છે.
જાણો અરજીમાં શું લખ્યું ?
2022ની વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર મઘુ નિરૂપાએ હાઈકોર્ટમાં ધારાસભ્ય કાંતિ અમૃતિયાની જીતને પડકારતી અરજી કરી છે. તેઓએ કાંતિ અમૃતિયા પર એફિડેવિટમાં ખોટી અને અધુરી માહિતી આપી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ તેમણે જમાવ્યું છે કે વર્ષ 2017ની ચૂંટણીના એફિડેવીટમાં અમૃતિયાએ સરકારી ક્વાર્ટર હોવાનું જણાવ્યું હતું, જ્યારે 2022ની એફિડેવિટમાં સરકારી ક્વાર્ટર નથી તેમ જણાવ્યું છે. આ સાથે અરજદારે અમૃતિયા પર આક્ષેપ કર્યો છે કે એફિડેવિટમાં છેલ્લા 10 વર્ષ દરમિયાન સરકારી ક્વાર્ટર તેમજ સરકારી લેણાની વિગતો લખવાની હોય છે, પરંતુ અમૃતિયાએ તે લખ્યું નથી.
આગામી મુદ્દતે જવાબ રજૂ કરવા આદેશ
અરજદારની આ અરજીના આધારે હાઈકોર્ટે ચૂંટણી અધિકારી સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી છે. અને આગામી મુદ્દતે પક્ષકારોએ આ અંગે જવાબ રજૂ કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો : સરપ્રાઈઝ ચેકિંગના સાત દિવસ પૂર્ણ, જેલોમાં મળેલ પ્રતિબંધિત સામાન અંગે પોલીસનું મૌન