રાહુલ ગાંધીને રાવણ દર્શાવતા ભાજપના પોસ્ટરનો મામલો કોર્ટમાં પહોંચ્યો
- કોંગ્રેસે આ પોસ્ટરને લઈને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના આઈટી સેલના વડા અમિત માલવિયા વિરુદ્ધ કોર્ટ પહોંચ્યા છે.
- રાહુલ ગાંધીને ભાજપે પોસ્ટરમાં રાવણ ગણાવતા પોસ્ટરને લઈને કોંગ્રેસ દેશના વિવિધ ભાગોમાં ભાજપ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરી રહી છે.
રાહુલ ગાંધીને રાવણ કહેવાનો મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. કોંગ્રેસના એક અધિકારીએ જયપુરની કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ અરજી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને પાર્ટીના આઈટી સેલના પ્રભારી અમિત માલવિયા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અને પાર્ટીના રાજ્ય મહાસચિવ જસવંત ગુર્જરે ભાજપના આ નેતાઓ વિરુદ્ધ જયપુર મેટ્રોપોલિટન કોર્ટ-2માં અરજી કરી છે, જેની સુનાવણી 9 ઓક્ટોબરે થશે .
ગુર્જરે કહ્યું, ‘કોર્ટે અરજી સ્વીકારી લીધી છે અને કેસની સુનાવણી માટે 9 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે.’ તેમની અરજીમાં ગુર્જરે કોર્ટને ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 (અન્ય વ્યક્તિ સામે ખોટો આરોપ લગાવવો), 500 (બદનક્ષી) અને 504 (ઈરાદાપૂર્વક અપમાન) હેઠળ ભાજપના બે નેતાઓ સામે કેસ નોંધવા કહ્યું અને તેની તપાસ કરવા કહ્યું છે. સુનાવણી માટે વિનંતી કરી. અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘આરોપીઓએ ખરાબ ઈરાદા સાથે 5 ઓક્ટોબરના રોજ જાણીજોઈને તે પોસ્ટ ફેલાવી હતી અને તેમનો ઉદ્દેશ્ય કોંગ્રેસ અને તેની સાથે સંકળાયેલા લોકોની પ્રતિષ્ઠાને બગાડવાનો અને રાજકીય લાભ મેળવવાનો છે.’
ભાજપના પોસ્ટરમાં શું હતું ?
The new age Ravan is here. He is Evil. Anti Dharma. Anti Ram. His aim is to destroy Bharat. pic.twitter.com/AwDKxJpDHB
— BJP (@BJP4India) October 5, 2023
ભાજપે ગુરુવારે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફિલ્મી સ્ટાઈલમાં રાહુલ ગાંધીનું પોસ્ટર પોસ્ટ કર્યું હતું. આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને રાવણ તરીકે દર્શાવવામાં આવ્યા છે. પોસ્ટરની ટોચ પર રોમન ભાષામાં લખવામાં આવ્યું છે કે ભારત જોખમમાં છે. આ પછી રાવણ મોટા ફોન્ટમાં લખાય છે. પોસ્ટરની નીચે લખ્યું છે -A Congress Party Production.. Directed By George Soros. આ પોસ્ટરમાં મોટી દાઢીવાળા રાહુલ ગાંધીની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીના 10 માથા રાવણ જેવા બતાવવામાં આવ્યા છે.
કોંગ્રેસે ભાજપ પર નિશાન સાધ્યું
ભાજપની પોસ્ટ અંગે કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે કહ્યું કે, ‘ભાજપના સત્તાવાર હેન્ડલ પર રાહુલ ગાંધીને રાવણ તરીકે દર્શાવવાના નબળા ગ્રાફિક પાછળનો ખરો ઈરાદો શું છે? તેનો સ્પષ્ટપણે એક જ ઉદ્દેશ્ય છે – કોંગ્રેસના સાંસદ અને પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ સામે હિંસા ભડકાવવા અને ઉશ્કેરવાનો છે. કોંગ્રેસે કહ્યું હતું કે “એવું લાગે છે કે ભાજપ તેના સંવાદના વલણમાં પાછળ જઈ રહ્યું છે.” જ્યારે તેઓ અગાઉ આવા વિભાજનકારી સંદેશાઓ ફેલાવવા માટે બિનસત્તાવાર ચેનલો પર આધાર રાખતા હતા, તેઓ હવે આવા હેતુઓ માટે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે.
આ પણ વાંચો: માનહાની કેસમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહને સમન્સ