નડિયાદના વીણા ગામના કુવામાં યુવતીની લાશ મળ્યાનો મામલો, 9 વર્ષ બાદ પોલીસે નોંધી ફરિયાદ
- મહેમદાવાદની યુવતીની વીણા પાસે કૂવામાંથી મળી હતી લાશ
- પોલીસે ફરિયાદ ન લેતા પિતાએ કોર્ટમાં કરી હતી અપીલ
- કોર્ટે હુકમ કરતા 9 વર્ષ બાદ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી શરુ
મહેમદાવાદના વાંઠવાળીમાં રહેતી એક યુવતીને બે બગડુના યુવક ભગાડી ગયા બાદ આ યુવતીની લાશ વીણા પાસે એક કૂવામાંથી વર્ષ 2014માંથી મળી આવી હતી. ત્યારે મૃતદેહ મળ્યા બાદ પોતાની પુત્રીની હત્યા થઈ તે અંગેની ફરિયાદ આપવા પિતા પોલીસમાં ગયા હતા. પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા આ મામલો મહેમદાવાદ કોર્ટમાં પહોચ્યો હતો. કોર્ટે તમામ બાબતોને ધ્યાને લીધા બાદ હુકમ કરતાં મહેમદાવાદ પોલીસે ગત રોજ ફરિયાદ નોંધી છે. પોલીસે મહુધામાં આવેલા બગડુ ગામના બે આરોપીઓ સામે એફ.આઈ.આર દાખલ કરી છે.
2014માં દિકરીની હત્યાની પિતાએ નોંધાવી હતી ફરિયાદ
પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ ખેડા જીલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળીમાં રહેતા પિતા શનાભાઇ ફુલાભાઇ ડાભી ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા હતા. આરોપી લાલો ઉર્ફે ટીનો મગનભાઇ સોઢા (રહે દોલપુરા બગડુ તા.મહુધા), રાજુભાઇ પટેલ (રહે નારણપુરા લાટ તા. મહુધા) આ બન્ને લોકો રોજ ટ્રેક્ટર લઈને વાંઠવાળી શનાભાઈને ત્યા આવતાં હતા. શનિભાઈની પત્ની અને દિકરી ખેતરમાં કામ કરવા જતાં હોવાથી આ નફ્ફટ લોકોના સંપર્કમાં આવ્યા હતા. જેથી એક આરોપીઓએ 2014ના વર્ષમાં દિકરીને ફસાવીને દુષ્કર્મ આચર્યું હતુ. જ્યારે રાજુ પટેલે મદદ કરી હતી.
9 વર્ષ બાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી શરુ કરી
આ મામલે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014ના રોજ ફરિયાદ આપી હતી. 2014માં નડિયાદના વીણા ગામમાં આવેલ ડેડીયા કુવામાંથી આ આનંદીબેનની લાશ મળી આવી હતી.જેથી શનાભાઇએ મહેમદાવાદ પોલીસમાં પોતાની પુત્રીને આ લાલાભાઇ રાજુભાઈ પટેલની મદદથી ભગાડી ગયા બાદ તેમનો ઈરાદો પૂર્ણ કર્યા પછી તેને મારીને કુવામાં ફેંકી દીધી હોવા બાબતની ફરિયાદ આપવા ગયા હતા. પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા આખરે મહેમદાબાદ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જેથી 9 વર્ષ બાદ 28 એપ્રિલે મહેમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : રાજ્યમાં આગામી 3 કલાક ખુબ જ ભારે, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી