વર્લ્ડ

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેના હત્યારા સામે હવે શરૂ કરાશે કેસ, જાણો કેમ થયું મોડું ?

Text To Speech

જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની કથિત રીતે હત્યા કરવાના ગુનામાં પ્રોસિક્યુટર્સે ઔપચારિક રીતે તે વ્યક્તિ સામે હત્યાનો આરોપ દાખલ કર્યો છે. શુક્રવારે જાપાની મીડિયા દ્વારા ટાંકવામાં આવેલા અહેવાલો અનુસાર આરોપી, તેત્સુયા યામાગામીને શિન્ઝો આબેની હત્યા પછી માનસિક પરીક્ષણ માટે અટકાયત કેન્દ્રમાં છ મહિના સુધી રાખવામાં આવ્યો હતો. હવે તેને પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.

હત્યાના આરોપી સામે કુલ બે કેસ નોંધાયા

પ્રોસિક્યુટર્સ કહે છે કે યામાગામી હવે ટ્રાયલ માટે યોગ્ય છે. હત્યાના કેસ સિવાય તેના પર આર્મ્સ કંટ્રોલ એક્ટના ઉલ્લંઘનનો પણ કેસ નોંધવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જુલાઈમાં જાપાનના નારામાં પૂર્વ વડાપ્રધાન શિંજો આબેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ તરત જ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી.

Shinzo Abe

અનેક લોકો હત્યારાની તરફેણમાં આવ્યા

પોલીસે કહ્યું છે કે યામાગામીએ તેમને કહ્યું હતું કે તેણે આબેની હત્યા કરી હતી કારણ કે આબે એક ધાર્મિક જૂથના હતા જે તેને નફરત કરતા હતા. તેમના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં, યામાગામીએ જણાવ્યું હતું કે તેમની માતાએ યુનિફિકેશન ચર્ચને મોટું દાન આપ્યું હતું, જેણે તેમના પરિવારને નાદાર બનાવ્યો અને તેમનું જીવન બરબાદ કર્યું. ઘણા જાપાનીઓએ યામાગામી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. તેની તરફેણમાં હજારો લોકોએ માફીની અરજી પર હસ્તાક્ષર કર્યા છે. આ સિવાય યામાગામીના સંબંધીઓ અને ડિટેન્શન સેન્ટરને રાહત પેકેજ મોકલવામાં આવ્યા છે.

Back to top button