IPL-2023સ્પોર્ટસ

ભારતના એક સમયના સ્ટાર આ 3 ખેલાડીઓનું કરિયર સમાપ્ત!, જાણો શું છે કારણ

ભારતીય ટીમના મનિષ-મયંક-મનદીપનું કરિયર હવે લગભગ સમાપ્ત થઈ ગયું છે. IPLમાં આ ત્રણ ખેલાડીનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. ભારતીય ટીમમાં આ ત્રણ ખેલાડીઓ હવે કદાચ જોવા નહીં મળે.

ક્રિકેટ જગતમાં IPLથી ઘણા ખેલાડીઓનું કરિયર બન્યું છે. આઇપીએલથી ભારત સહિત દુનિયાના ઘણા દેશોને સારા ખેલાડીઓ મળ્યા છે. પરંતુ આઇપીએલથી કેટલાક ખેલાડીઓનું ખરાબ પ્રદર્શનથી કરિયર સમાપ્ત પણ થઈ શકે છે. ભારતીય ટીમના 3 ખેલાડીઓની આઈપીએલ કરિયર હવે લગભગ પૂરી થઈ ગઈ હોવાનું માનવામાં આવે છે. IPLમાં ખરાબ પ્રદર્શનના કારણે આ 3 ક્રિકેટરોના કરિયર હવે લગભગ સમાપ્ત થઈ જશે તેવું લાગી રહ્યું છે. IPL 2023ની સિઝનમાં આ 3 ખેલાડીઓએ તક આપીને પોતાના પગે કોહાડી મારવાનું કામ કર્યું છે. IPL 2023ની સિઝનમાં ખરાબ પ્રદર્શન બાદ હવે કોઈ ટીમ આ 3 ખેલાડીઓને આગામી સિઝનમાં કોઈપણ ટીમ ખરીદવા માંગશે નહીં. IPL 2023 સિઝનમાં 47 મેચ રમાઈ છે, જેમાં 3 ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન એટલું ખરાબ રહ્યું છે કે તેમને નજીકના ભવિષ્યમાં આ T20 ક્રિકેટ લીગમાં ફરી જોડાવાની તક ભાગ્યે જ મળશે. આ 3 ભારતીય ખેલાડીઓની IPL કરિયર આ સિઝનમાં જ ખતમ થાય તેમ લાગે છે. આ 3 ખેલાડીઓમાં મનિષ-મયંક-મનદીપ એમ ત્રિપલ Mનો સમાવેશ થાય છે.

મયંક અગ્રવાલ

મયંક અગ્રવાલ એક સમયે ખુબજ સારું પ્રદર્શન કરી રહ્યો હતો પરંતુ હાલમાં હવે તેનો સામે પૂરો થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. મયંક અગ્રવાલના ખરાબ પ્રદર્શનને કારણે ભારતીય ટીમમાંથી બહાર થઈ ગયો હતો, પરંતુ હવે આઈપીએલ 2023માં ખૂબ જ ખરાબ પ્રદર્શન બાદ તેની ક્રિકેટ કારકિર્દી ટૂંક સમયમાં સમાપ્ત થઈ શકે છે. IPL 2023માં, મયંક અગ્રવાલ અત્યાર સુધી તેની 9 મેચોમાં 20.78ની ખૂબ જ ખરાબ એવરેજથી માત્ર 187 રન જ બનાવી શક્યો છે. મયંક અગ્રવાલ આઈપીએલ 2023ની સીઝનમાં અત્યાર સુધી માત્ર 27, 8, 21, 9, 48, 2, 49, 5 અને 18 રન જ બનાવી શક્યો છે. મયંક અગ્રવાલ આઈપીએલ 2023 સીઝન માટે સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમ સાથે જોડાયેલો છે, પરંતુ તે લગાતાર ફ્લોપ થઈ રહ્યો છે. આ ખરાબ પ્રદર્શનના આધારે કોઈ પણ આઈપીએલ ટીમ આવતા વર્ષે મયંક અગ્રવાલને સામેલ કરવા ઈચ્છશે નહીં.

આ પણ વાંચો : IPLની ચાલુ મેચમાં સ્ટેડિયમ બન્યું કુસ્તીનો અખાડો, દર્શકો વચ્ચે થઈ જોરદાર લડાઈ, VIDEO

મનિષ પાંડે

મનિષ પાંડેએ પોતાના કરિયરની શરૂઆત ખૂબ જ ધમાકેદાર પ્રદર્શનથી કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ખરાબ પ્રદર્શન બાદ હવે મનિષ પાંડેની આઈપીએલ કારકિર્દી પણ ખતમ થવાના આરે પહોંચી ગઈ છે. IPL 2023માં અત્યાર સુધી, મનિષ પાંડે તેની 7 મેચમાં 19ની ખરાબ એવરેજથી માત્ર 133 રન જ બનાવી શક્યો છે. IPL 2023માં મની ષ પાંડેનું પ્રદર્શન ઘણું નિરાશાજનક છે. મનિષ પાંડે ટીમમાં હોય કે ન હોય તેનાથી દિલ્હી કેપિટલ્સ ટીમને કોઈ ફરક પડતો નથી. મનિષ પાંડેને તેને જે સુવર્ણ તકો મળી રહી છે તે ખરાબ રીતે વેડફાઇ ગઈ છે. મનિષ પાંડે કદાચ આ વર્ષે તેની છેલ્લી IPL સિઝન રમી રહ્યો છે. આવતા વર્ષે IPL 2024ની હરાજીમાં મનિષ પાંડેને કોઈ પણ ટીમ સામેલ કરવા નહીં માંગે. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સે આ વર્ષે મનીષ પાંડે પર ઘણો વિશ્વાસ દર્શાવ્યો હતો અને તેને પોતાની ટીમમાં પણ સામેલ કર્યો હતો, પરંતુ તે વિશ્વાસ પર ખરો ઉતર્યો નહીં.

આ પણ વાંચો : IPL 2023: અર્શદીપે છેલ્લી ઓવરમાં બે વાર સ્ટમ્પ તોડ્યા, IPLને આટલા લાખનો ફટકો

મનદીપ સિંહ

મનદીપ સિંહ હાલમાં ખુબજ ખરાબ ફોર્મમાં ચાલી રહ્યો છે. IPL 2023માં, મનદીપ સિંહ અત્યાર સુધી તેની 3 મેચમાં 4.67ની ખરાબ એવરેજથી માત્ર 14 રન જ બનાવી શક્યો છે. IPL 2023માં ભાગ્યે જ કોઈ બેટ્સમેને આવું ખરાબ પ્રદર્શન કર્યું હશે. મનદીપ સિંહ IPL 2023 સીઝનમાં અત્યાર સુધી માત્ર 2, 0 અને 12 રન જ બનાવી શક્યો છે. IPL 2023માં આ વખતે મનદીપ સિંહનું બેટ સંપૂર્ણપણે શાંત છે. 31 વર્ષીય બેટ્સમેન મનદીપ સિંહને IPLમાં ઘણી તકો મળી છે, જે બધી ખરાબ રીતે વેડફાઇ ગઈ છે. આઈપીએલ 2023ના આ ફ્લોપ શો બાદ મનદીપ સિંહની આઈપીએલ કારકિર્દી આ સિઝનમાં ખતમ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. મનદીપ સિંહના આ ખરાબ પ્રદર્શનને જોઈને આઈપીએલની કોઈ ટીમ તેને આવતા વર્ષે ઉમેરવા ઈચ્છશે નહીં.

Back to top button