ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ધ કેનેડા ફાઇલ્સઃ ભારત વિરોધી પરિબળોને શરણ આપી રહી છે ટ્રુડો સરકાર

કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં જૂન મહિનામાં એક ખાલિસ્તાની આતંકીની અજાણ્યા લોકો દ્વારા થયેલી હત્યામાં હજુ સુધી કોઈ આરોપીને પકડી નહીં શકેલી કેનેડા સરકારે ભારત ઉપર આક્ષેપ કરીને ભારતીય રાજદ્વારીની હકાલપટ્ટીનો આદેશ કર્યો તેને પગલે ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી કટોકટી સર્જાઈ છે ત્યારે કેનેડાની અસલિયત વિશે પણ જાણવું જરૂરી છે.

ઉલ્ટા ચોર ડાંટે કોટવાલ કો!

ભારતમાં હત્યા સહિત અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદીઓ અને ગેંગસ્ટરોને કેનેડા સુરક્ષિત આશ્રય બની રહ્યું છે. કેનેડામાં બેઠેલા ઘણા ગુંડાઓ ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી રહ્યા છે.

કેનેડાની ધરતી પર માત્ર આતંકવાદીઓ જ નહીં પરંતુ ઘણા ગુંડાઓ પણ ભારત વિરુદ્ધ કામ કરી રહ્યા છે. સતીન્દરજીત સિંઘ ઉર્ફે ગોલ્ડી બ્રાર, અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ દલ્લા અને લખબીર સિંહ સંધુ ઉર્ફે લંડા સહિતના ઘણા ખતરનાક ગેંગસ્ટર કેનેડામાં બેસીને ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. આ ગુંડાઓ કેનેડામાં બેસીને ભારતમાં ખૂન અને ખંડણી જેવા અનેક ગુનાઓ કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ નામિત આતંકવાદી અર્શદીપ સિંહ ગિલ ઉર્ફે અર્શ દલ્લાએ પંજાબ કોંગ્રેસના નેતા બલવિંદર સિંહ બલ્લીની હત્યાની જવાબદારી લીધી હતી. જેની સોમવારે મોગા સ્થિત તેના ઘરે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. ઈન્ટરપોલ પહેલાથી જ પંજાબ પોલીસની વિનંતી પર ગોલ્ડી બ્રાર અને ડલ્લા વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ (આરસીએન) જારી કરી ચૂકી છે અને તે લંડા વિરુદ્ધ પણ જારી કરવાની પ્રક્રિયામાં જ છે.

સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ગોલ્ડી બ્રાર પણ કેનેડામાં જ

મુક્તસર સાહિબનો વતની ગોલ્ડી બ્રાર 2017માં સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. તે અનેક આતંકવાદી ગતિવિધિઓ અને ખંડણીના કેસમાં સામેલ છે. તે ખતરનાક ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગનો સભ્ય પણ રહી ચૂક્યો છે. બ્રારે ગયા વર્ષે 29 મેના રોજ માનસા જિલ્લાના જવાહરકે ગામમાં પંજાબી રાજકારણી શુભદીપ સિંહ સિદ્ધુ ઉર્ફે સિદ્ધુ મૂસેવાલાની હત્યાની જવાબદારી લીધી હતી. બ્રારે ગયા વર્ષે નવેમ્બરમાં કોટકપુરામાં સિરસા ડેરાના અનુયાયી અને બરગાડી અપવિત્ર કેસના આરોપી પ્રદીપ શર્માની હત્યાની જવાબદારી પણ તેણે સ્વીકારી હતી. ઈન્ટરપોલે ગયા વર્ષે 9 જુલાઈના રોજ બ્રાર વિરુદ્ધ આરસીએન જારી કર્યું હતું.

આ વણ વાંચો: જસ્ટિન ટ્રુડોનું વાહિયાત નિવેદન, બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઓક્યું ઝેર

અર્શ દલ્લાએ કેનેડાથી કોંગ્રેસના નેતાની હત્યાનું કાવતરું ઘડ્યું હતું

ગેંગસ્ટરથી આતંકવાદી બનેલો અર્શ દલ્લા મોગાનો મુળ વતની છે, જે પંજાબમાં વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હતો. પંજાબ પોલીસે ડલ્લા દ્વારા સમર્થિત ઘણા મોડ્યુલોનો પર્દાફાશ કર્યો છે. તેના સહયોગીઓ પાસેથી ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણો, હેન્ડ ગ્રેનેડ અને અન્ય હથિયારો અને દારૂગોળા પણ મળી આવ્યા હતા. એનઆઈએની ભલામણ પર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ વર્ષે ડલ્લાને આતંકવાદી તરીકે નિયુક્ત કર્યો હતો અને ગયા વર્ષે ઇન્ટરપોલે આરસીએન જારી કર્યું હતું. પંજાબના મોગા જિલ્લામાં કોંગ્રેસના નેતા બલજિન્દર સિંહ બલ્લીની ધોળા દિવસે તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની જવાબદારી ખાલિસ્તાની આતંકવાદી અર્શ દલાએ લીધી હતી. ફેસબુક પર એક પોસ્ટ શેર કરીને આતંકવાદી અર્શ દલાએ કોંગ્રેસ નેતાની હત્યાની જવાબદારી લીધી. આતંકવાદી અર્શ દલાએ ફેસબુક પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે આને મારી માંને ખૂબ રડાવી છે.

આતંકવાદી લખબીર સિંહ લેન્ડા કેનેડામાં સ્થાયી

NIAએ આ વર્ષે ફેબ્રુઆરીમાં લખબીર સિંહ લેન્ડા સામે 15 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. તરન તારણ જિલ્લાના હરિકેના વતની લેન્ડા હવે કેનેડાના આલ્બર્ટાના એડમોન્ટનમાં સ્થાયી થયો છે. NIAએ 2022માં દિલ્હીમાં લેન્ડા વિરુદ્ધ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. તે ગયા વર્ષે 9 મેના રોજ મોહાલીમાં પંજાબ પોલીસના ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર પર RPG હુમલા માટે NIA દ્વારા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ભારતે નારાજગી વ્યક્ત કરતા કેનેડિયન PM ઢીલા પડ્યા, જાણો શું કહ્યું ?

ભારત વિરોધી આતંકવાદીઓ કેનેડામાં સ્થાયી થયા

ઈન્ટરપોલ પહેલા જ પંજાબ પોલીસની વિનંતી પર ભારત વિરોધી આતંકવાદીઓ વિરુદ્ધ આરસીએન જારી કરી ચૂક્યું છે. ભારત વિરોધી આતંકવાદીઓ મલકિત સિંહ ઉર્ફે ફૌજી સરેમાં, ગુરજિન્દર સિંહ પન્નુ કેનેડાના હેમિલ્ટનમાં, ગુરપ્રીત સિંહ ઓન્ટારિયો પ્રાંતના બ્રામ્પટન શહેરમાં ગુરજીત સિંહ ચીમા બ્રેમ્પટન અને ટોરોન્ટોમાં અને તહલ સિંહ ટોરોન્ટોમાં સ્થાયી થયા છે.

આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યાના મામલામાં કેનેડાને ભારતનો જડબાતોડ જવાબ

Back to top button