જાન્યુઆરી માસમાં જુનિયર ક્લાર્કનું પેપર લીક થયા બાદ અનેક ઉમેદવારો ખૂબ જ દુખી થયા હતા ત્યાર બાદ હસમુખ પટેલને મંડળના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ત્યારે હવે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી તારીખ 9 એપ્રિલે જુનિયર કલાર્ક પરીક્ષા આયોજિત થશે. જેના કોલ લેટર ઉમેદવારો આજથી ડાઉનલોડ કરી શકશે જેની માહિતી ગઈકાલે જ અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી હતી.
જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે હેલ્પલાઇન.
8758804212
8758804217ઓફિસ સમય દરમિયાન સંપર્ક કરી શકાશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 31, 2023
વધુમાં હસમુખ પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ઉમેદવારોને પરીક્ષાને લગતા કોઈપણ પ્રશ્ન હોય તો કચેરીના સમય દરમિયાન જુનિયર ક્લાર્ક પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર 8758804212 અને 8758804217 પર સંપર્ક કરી શકશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉ ટેકનિકલ ખામીને કારણે ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે અને આજથી બહાર પાડવામાં આવેલ કોલ લેટર જ પરીક્ષા માટે માન્ય ગણાશે. તમને જણાવી દઈએ કે જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 9 એપ્રિલે યોજાશે જેના માટે 1181 કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે.
ટેકનિકલ ખામીને કારણે અગાઉ ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્ક ની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે. આજથી બહાર પાડવામાં આવેલ કોલ લેટર જ પરીક્ષા માટે માન્ય ગણાશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) March 31, 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપનાર ઉમેદવારોને ટ્રાવેલ એલાઉન્સ આપવાનું પણ નક્કી કરાયુ છે. જે મુજબ કોલ લેટર ડાઉનલોડ કર્યા બાદ ઉમેદવારોએ ઓનલાઈન બેંકની માહિતી આપવી પડશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ 20 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન ઉમેદવારોના ખાતામાં 254 રૂપિયા એટલે કે ટ્રાવેલ એલાઉન્સની ફાળવણી કરવામાં આવશે. આ માહિતી ઓનલાઈન ભરવાની સમયમર્યાદા 31-03-2023ના બપોરે 01:00 વાગ્યાથી 09-04-2023ના 12:30 વાગ્યા સુધી જ ભરી શકાશે.