કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

આકાશી આફતનો કહેર! સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી બે વ્યક્તિએ ગુમાવ્યો જીવ

Text To Speech

હાલ રાજયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ભારે વરસાદને કારણે અનેક જગ્યાએથી તારાજીના દ્રર્શ્યો સામે આવી રહ્યા છે. ત્યારે બીજી તરફ આ વરસાદી વાતાવરણમાં કેટલીક દુ:ખદ ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી સામે આવી છે. સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે.

સુરેન્દ્રનગરમાં વીજળી પડવાથી બે લોકોના મોત

પ્રાપ્ત વિગતો મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામ અને ધમરસરા ગામમાં આકાશી આફતનો કહેર જોવા મળી રહ્યો છે. જેમાં વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે. જેમાં પ્રથમ ઘટનામાં નવાગામ ગામમાં વીજ કરંટ લાગતા 29 વર્ષીય ચેતન રઘુભાઈ ચૌહાણનું મૃત્યુ થયું છે. ત્યાર બાદ ધામરસરા ગામમાં વીજળી પડવાથી બામભા વરજાંગભાઈ રૈયાભાઈ નામના 13 વર્ષના સગીરનું  મોત થયું હતું. આમ સાયલા પંથકમાં વરસાદી માહોલ વચ્ચે બેના મોત થતા બંને ગામોમાં ગમગીની છવાઈ હતી. આ  બંને મૃતકોને પીએમ માટે ચોટીલા સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે.

સુરેન્દ્રનગર-humdekhengenews

 મેઘરાજાના કહેરનો પશુઓ પણ ભોગ બન્યા

મેઘરાજાના કહેરનો પશુઓ પણ ભોગ બન્યા છે. કેસરપર ગામની સીમમાં વીજળી પડતા ભેંસનુ મોત નીપજ્યું છે. તેને કારણે પશુપાલકની હાલત કફોડી બની છે.આમ સાયલા પંથકમાં અલગ અલગ ત્રણ જગ્યાએ વિજળી પડતા લોકોમાં ભય સાથે ફફડાટ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી

મહત્વનું છે કે હવામાન વિભાદગ દ્વારા બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, ગીર સોમનાથ, ભાવનગર, જામનગરના ભાગો તથા મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. આ સાથે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર માં ભારે વરસાદ થઈ શકે છે.

આ  પણ વાંચો : અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરુ, રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Back to top button