ગુજરાતમધ્ય ગુજરાત

વિધાનસભામાં CAGનો અહેવાલ રજૂ, રાજ્ય સરકારની બેદરકારી આવી સામે

Text To Speech

ગાંધીનગર,

ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્રના અંતિમ દિવસે CAGનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. આ રીપોર્ટમાં રાજ્યમાં હવા પ્રદૂષણ અંગેની સમિક્ષા કરવામાં આવી હતી જેમાં પ્રદૂષણના કારણે થતા મૃત્યુ મામલે મહત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે. અહેવાલ પ્રમાણે વર્ષ 2019માં ભારતમાં હવાના પ્રદૂષણના કારણે 16.70 લાખ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે, ઉપરાંત રિપોર્ટમાં કોરોના મહામારીના કારણે લાગુ કરવામાં આવેલા લોકડાઉન દરમિયાન હવાની ગુણવત્તા સુધરી હોવાનો પણ ઉલ્લેખ કરાયેલો છે.

પાલિકાના કચરા વ્યવસ્થાપનને લઈને પણ ટીપ્પણી

CAGના રિપોર્ટમાં ગાંધીનગર મહાનગર પાલિકાના કચરા વ્યવસ્થાપનને લઈને પણ ટીપ્પણી કરવામાં આવી હતી. જેમાં સાબરમતી નદીના કિનારા નજીક ઘન કચરો નાખતા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે,તે સિવાય ગુજરાતના ઉદ્યોગ-ધંધાઓ પર પણ પ્રદૂષણની અસર નોંધાઈ રહી છે. રિપોર્ટમાં રાજ્યમાં હવાની ગુણવત્તામાં પણ ખરાબી નોંધાઈ છે.

GPCBની કામગીરી પર સવાલ

CAGનો આ રિપોર્ટ હવાના પ્રદૂષણ મામલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની (GPCB) કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે. કેગના રિપોર્ટથી સાબિત થાય છે કે, વાયુ પ્રદૂષણને કાબૂમાં લેવામાં જીપીસીબી નિષ્ફળ રહ્યું છે. સાથે જ રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, જીપીસીબી ઔદ્યોગિક એકમોમાં ધ્વનિ પ્રદૂષણની દેખરેખ નથી કરી રહ્યું.

રિપોર્ટમાં રાજ્ય સરકારની બેદરકારી સામે આવી

વિધાનસભાના આજના સત્ર દરમિયાન ગુજરાત સરકાર હવા પદૂષણ મામલે કરેલી કામગ્રીરીનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં રાજ્ય સરકારની બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકાર હસ્તકનું GPCB બોર્ડ કસૂરવાર એકમો પાસેથી જે ભંડોળ મેળવે છે પણ તે ભંડોળનો યોગ્ય ઉપયોગ નથી કરી રહ્યું.ઉપરાંત રાજ્યના ધોરીમાર્ગોને હરિયાળા બનાવવા માટે સરકારની કામગીરી પણ ખૂબ નબળી રહી છે. સમય સાથે જીપીસીબીની કામગીરી વધી છે પરંતુ સામે તેના માનવ સંસાધનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

આ પણ વાંચો: ગૃહમંત્રી અમિત શાહ : PFI પર સૌથી મોટા એક્શનને લઈને હાઇલેવલ મીટિંગ

Back to top button