ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટની બેઠક, આ મુદ્દાઓ પર કરાશે ચર્ચા

Text To Speech

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ નવા મંત્રી મંડળ તેમજ અધ્યક્ષ ઉપાધ્યક્ષની પણ નિમણુંક થઈ ચૂકી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં પ્રથમ કેબિનેટની બેઠક મળવા જઈ રહી છે. જેમાં સરકાર પોતાના પ્રથમ 100 દિવસના કામોનો રોડમેપ રજૂ કરશે . તેમજ કોરોના સહિતા મુદ્દાને લઈને ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રાષ્ટ્રપતિ મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ અને રાજનાથ સિંહને મળ્યા

આ મુદે કેબિનેટમાં ચર્ચા

ગુજરાત વિધાનસભાના નવા મંત્રી મંડળની રચના બાદ આ પ્રથમ કેબિનેટની બેઠક મળી રહી છે. ત્યારેઆ આ બેઠકમાં સરકાર પોતાના પ્રથમ 100 દિવસના કાર્યોનો રોડમેપ તૈયાર કરશે. આ સાથે ગૃહ વિભાગના કાર્યોની ચર્ચા કરવામાં આવશે. આ સાથે કોરોનાના નવા વેરિયેન્ટને લઈને પણ ચર્ચા કરશે. મળનારી બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે પ્રથમ કેબિનેટ બેઠક, આગામી રોડ મેપ સહિત કોરોનાને લઈ થશે ચર્ચા કરશે. તેમજ આજે મળનાર બેઠકમાં કેબિનેટ પ્રધાનો પોતાના વિભાગની યોજનાઓને રજૂ કરશે. રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

ગુરુવારે સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે

કેબિનેટ બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય ‘સ્વાગત’માં પ્રજાજનોની રજૂઆતો સાંભળશે. તથા નવી સરકારનો પ્રથમ ‘સ્વાગત’ કાર્યક્રમ ગુરુવારે 22મી ડિસેમ્બરે ગાંધીનગરમાં યોજાશે.

Back to top button