અમદાવાદગુજરાતટોપ ન્યૂઝમધ્ય ગુજરાત

અમદાવાદથી ભાવનગરનો સૌથી વધુ ધમધમતો રોડ આજથી આ તારીખ સુધી રહેશે બંધ

Text To Speech
  • અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADMનું જાહેરનામુ
  • ધોલેરા એક્સપ્રેસ વે ના કામ માટે ડાઈવર્ઝન આપવામાં આવ્યુ
  • અમદાવાદથી ભાવનગર જવા માટે ધંધુકા-વલભીપુર થઈને જવાનું રહેશે

અમદાવાદ- ભાવનગર મુસાફરો માટે ADM દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. જેમાં જણાવ્યા મુજબ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામ ચાલી રહ્યું છે. જેના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.જેથી હવે જો તમારે અમદાવાદથી ભાવનગર જવુ હોય તો વૈકલ્પિક માર્ગથી જવું પડશે. અમદાવાદ થી ભાવનગર હાઈવે આગામી 12 ડિસેમ્બર સુધી બંધ રહેશે. તેને લઈને

ADMએ બહાર પાડ્યું જાહેરનામુ

અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ADM (અમદાવાદ ડિસ્ટ્કિક્ટ મેજીસ્ટ્રેટ) દ્વારા એક જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. આ જાહેરનામુ અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે બહાર પાડવામા આવ્યું છે. આ જાહેરનામામા જણાવ્યા મુજબ હવે ભાવનગરની મુસાફરી કરવા માટે વાયા ધંધુકા, વલભીપુર થઈને જવુ પડશે.

ધોલેરા એક્સપ્રેસ વે -humdekhengenews

ભાવનગરથી અમદાવાદ જતા વાહનોનો રુટ ડાયવર્ટ કરાયો

અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગ દ્વારા જાહેરનામુ બહાર પાડવામા આવ્યું છે. જે મુજબ હાલ ધોલેરા અમદાવાદ એક્સપ્રેસ વેનું કામકાજ ચાલી રહ્યું છે. જેના કારણે ભાવનગરથી અમદાવાદ જતા તમામ પ્રકારના વાહનોનો રુટ ડાયવર્ટ કરવામા આવ્યો છે.

જાણો ડાયવર્ટ કરાયેલા રુટ

ભાવનગરથી અમદાવાદ જતા વાહનોનો રુટ ડાયવર્ટ કરાતા હવે ભાવનગર થી અમદાવાદ અને વડોદરા મુસાફરી કરતા તમામ પ્રકારના વાહનોને વાયા ધંધુકા, વલભીપુર થઈને જવુ પડશે. ધોલેરા એક્સપ્રેસ વે પર આવેલા ગામડાઓ માટે અલગ થી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. એક્સપ્રેસ વે પર આવેલા ગામડા નાના વાહનો મારફતે બાવળીયા, ભડિયાદ થઈને જઈ શકે છે.

જાહેરનામુ 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે

અમદાવાદ- ભાવનગર મુસાફરી માટે ટ્રાફિક વિભાગનું જાહેરનામું આજથી લઈને આગામી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જેથી આ તારીખ સુધી લોકોને ડાયવર્ઝનના રુટ મુજબ જવુ પડશે.અને આ જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો તેના પર કડક કાર્યવાહી કરવામા આવશે તેમ પણ જણાવવામા આવ્યું છે.

આ પણ વાંચો : અમેરિકાના ટેક્સાસમાં ડેરી ફાર્મમાં ભયાનક વિસ્ફોટ, 18,000 ગાયોના કરૂણ મોત

Back to top button