ટ્રેન્ડિંગમનોરંજનવીડિયો સ્ટોરી

લોન્ચ થયું ‘The Buckingham Murders ‘નું ટ્રેલર, કોયડો ઉકેલવા નીકળી કરીના કપૂર

Text To Speech

મુંબઈ- 3 સપ્ટેમ્બર :    કરીના કપૂર ખાન આ વર્ષે તેની બીજી ફિલ્મ ‘The Buckingham Murders’ માટે તૈયાર છે. આ વર્ષે કરીનાની ફિલ્મ ‘ક્રુ’ રીલિઝ થઈ છે. આ ફિલ્મ હિટ સાબિત થઈ હતી. હવે કરીનાની ફિલ્મ ‘The Buckingham Murders’નું શાનદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.

હાલમાં જ ‘The Buckingham Murders’નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે મેકર્સે આ ક્રાઈમ થ્રિલર ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આ ટ્રેલરમાં કરીના કપૂર ખાન તેના બોસ લુકથી ચાહકોને પ્રભાવિત કરી રહી છે. મૃત્યુનું રહસ્ય ઉકેલવા નીકળેલી કરીના ફરી એકવાર મોટા પડદા પર ગંભીર અભિનય માટે તૈયાર દેખાઈ રહી છે.

બાલાજી મોશન પિક્ચર્સે તેની યુટ્યુબ ચેનલ પરથી કરીના કપૂરની આ આગામી ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. આમાં કરીના ગુનેગારોને સવાલ કરીને બાળકના મૃત્યુનું રહસ્ય ઉકેલી રહી છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે ‘The Buckingham Murders’ સસ્પેન્સ અને રહસ્યથી ભરેલી છે.

કરીના પોલીસ ઓફિસરની ભૂમિકા ભજવી રહી છે

ધ બકિંગહામ મર્ડર્સનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે. હંસલ મહેતાની આ ફિલ્મમાં કરીના કપૂર ખાન એક શક્તિશાળી પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મ માટે કરીનાએ પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે.

એકતા-કરીનાએ ફરી હાથ મિલાવ્યા

ઉલ્લેખનીય છે કે કરીના સિવાય ‘ધ બકિંગહામ મર્ડર્સ’નું પ્રોડક્શન વર્ક પણ એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરે સંભાળ્યું છે. નોંધનીય છે કે આ ફિલ્મ દ્વારા કરીના અને એકતાએ ફરીથી હાથ મિલાવ્યા છે. અગાઉ, કરીના કપૂર અને એકતા કપૂરે આ વર્ષની ‘ક્રુ’ અને ‘વીરે દી વેડિંગ’ માટે સાથે કામ કર્યું હતું.

The Buckingham Murders 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવશે

‘શાહિદ’, ‘સિટી લાઇટ્સ’, અને ‘સ્કેમ 1992’ માટે ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા હંસલ મહેતાની આ ફિલ્મ 13 સપ્ટેમ્બર, 2024ના રોજ રિલીઝ થશે . ફિલ્મમાં કરીના કપૂર ઉપરાંત રણવીર બ્રાર, એશ ટંડન, રૂક્કુ નાહર અને કપિલ રેડેકર પણ જોવા મળશે.

આ પણ વાંચો : સવારે ખાલી પેટ ખાશો આ વસ્તુઓ તો આખો દિવસ રહેશે એનર્જી

Back to top button