ટ્રેન્ડિંગફોટો સ્ટોરીમનોરંજનવિશેષ

મનોરંજનથી ભરપૂર હશે સપ્ટેમ્બર મહિનો, રિલીઝ થશે આ ફિલ્મો

Text To Speech

મુંબઈ- 1 સપ્ટેમ્બર :  આ સપ્ટેમ્બર મહિનો મનોરંજનથી ભરપૂર હશે. આ મહિનામાં આપણને એક્શન, ડ્રામા, કોમેડી અને રોમાન્સ સાથે ક્રાઈમ-થ્રિલરનો સંપૂર્ણ ડોઝ મળશે. ‘ધ બકિંઘમ મર્ડર્સ’ તથા ‘દેવરા-પાર્ટ 1’  સહિતની ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે.

GOAT (ગ્રેટ ઓફ ઓલ ટાઈમ) ફિલ્મમાં વિજય મુખ્ય ભૂમિકામાં છે, આ સિવાય પ્રશાંત મોહન, પ્રભુ દેવા અને મીનાક્ષી ચૌધરી જેવા સ્ટાર્સ પણ આ ફિલ્મનો એક ભાગ છે. આ ફિલ્મમાં વિજય ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 5 સપ્ટેમ્બરે સ્ક્રીન પર આવશે.

Kareena kapoor
@Kareena Kapoor

કરીના કપૂર ‘ધ બકિંગહામ મર્ડર્સ’માં ડિટેક્ટીવ સાર્જન્ટ જસમીત ભામરાની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે જે 13 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

SECTOR 36

વિક્રાંત મેસી અને દીપક ડોબરિયાલની ક્રાઈમ-થ્રિલર ફિલ્મ ‘સેક્ટર 36’ પણ રિલીઝ માટે તૈયાર છે. આદિત્ય નિમ્બાલકર આ ફિલ્મથી દિગ્દર્શક તરીકે ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

અપારશક્તિ ખુરાના અને ઈશ્વાક સિંહની ફિલ્મ ‘બર્લિન’ પણ 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે. અતુલ સભરવાલના નિર્દેશનમાં બનેલી આ સ્પાય-થ્રિલર ZEE5 પર સ્ટ્રીમ કરવામાં આવશે.

YUDHRA
સિદ્ધાંત ચતુર્વેદીની એક્શન-થ્રિલર ફિલ્મ ‘યુધ્રા’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. હવે આ ફિલ્મ પણ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં આવવા જઈ રહી છે. ફિલ્મમાં માલવિકા મોહનન, રાઘવ જુયાલ અને રામ કપૂર પણ જોવા મળશે.

વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન ફિલ્મ ‘બિન્ની એન્ડ ફેમિલી’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. જનરેશન ગેપ અને તેને લગતા વિવાદોને દર્શાવતી આ ફિલ્મ 20 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

‘દેવારા – પાર્ટ 1’ આ વર્ષની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. જુનિયર એનટીઆર, જ્હાન્વી કપૂર અને સૈફ અલી ખાન અભિનીત આ ફિલ્મ 27 સપ્ટેમ્બરે રિલીઝ માટે તૈયાર છે.

આ પણ વાંચો : Redmi 13C 5G પર બમ્પર ડિસ્કાઉન્ટ: એમેઝોન પર 10 હજાર રૂપિયાથી ઓછી કિંમતમાં ફોન ઉપલબ્ધ

Back to top button