બિઝનેસ

મોંઘવારીનો માર મુખ્યત્વે મધ્યવર્ગના માથે, આ પગારના લોકોને વધુ સહન કરવું પડે છે

દેશમાં પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે. મોંઘવારીની સૌથી વધુ અસર મધ્યમ વર્ગ પર પડે છે. મહિને 15 થી 35 હજાર કમાતા પરિવાર પર આની સૌથી વધુ અસર પડે છે. દેશમાં મોંઘવારીની સ્થિતિ કોઈનાથી છુપી નથી. જાન્યુઆરી 2023માં છૂટક ફુગાવાનો દર 6.52 ટકા રહ્યો છે. જેના કારણે એક તરફ મોટા પાયે ઉત્પાદન કરતી કંપનીઓ માંગના અભાવે મુશ્કેલીનો સામનો કરી રહી છે. બીજી તરફ મહિને 15 થી 35 હજાર કમાતા લોકોને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે.

જાન્યુઆરી 2023માં દેશમાં છૂટક ફુગાવાનો દર (Retail Inflation Rate) 6.52 ટકા રહ્યો છે. આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના 6 ટકાના ઉચ્ચત્તમ દર કરતાં વધુ છે. મોંઘવારીનો સૌથી મોટો માર મધ્યમ વર્ગ પર પડી રહ્યો છે જેઓ મહિને રૂ. 15,000 થી રૂ. 35,000ની વચ્ચે કમાય છે. એટલું જ નહીં તેની અસર બજારમાં માંગ પર પણ પડી રહી છે. કેટલીક મોટી કંપનીઓ પર પણ તેની ખરાબ અસર પડે છે V-Mart, આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલ અને બાટા જેવી માસ-પ્રોડક્શન કંપનીઓ પણ માને છે કે ફુગાવાએ તેમની માંગને અસર કરી છે.

આ પણ વાંચો : સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર, સિંગતેલમાં ધરખમ વધારો

દાળ-રોટીનો ખર્ચો ચલાવવો મુશ્કેલ

ETએ V-Martના ચેરમેન લલિત અગ્રવાલને ટાંકીને જણાવ્યું છે કે જે લોકોની આવક મહિને રૂ. 15,000 થી રૂ. 35,000 વચ્ચે છે, તેમના પર મોઘવારીની વધુ અસર થાય છે. તેમના પર ફુગાવાનું દબાણ વધુ છે. તેમની આવકનો મોટોભાગનો હિસ્સો કઠોળ, તેલ અને શાકભાજી વગેરે સામાન્ય જીવન જરૂરિયાતવસ્તુઓ ખરીદવામાં ખર્ચવામાં આવે છે. વાસ્તવમાં, મોંઘવારીને કારણે, તેમના ફૂડ બાસ્કેટની કિંમતમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.

આ પણ વાંચો : 2023 : મોંઘવારી વચ્ચે શું છે બજેટમાંથી અપેક્ષાઓ

પોતાના ખર્ચમાં ઘટાડો કરવાની ફરજ પડી

આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલના એકમ મદુરા ફેશન એન્ડ લાઈફસ્ટાઈલના CEO વિશાક કુમાર કહે છે કે મોંઘવારીને કારણે લોકો પોતાનો ખર્ચ ઘટાડવા મજબૂર થયા છે. ઓછી આવક ધરાવતા પરિવારોએ તેમના બિનજરૂરી ખર્ચમાં ઘટાડો કર્યો છે. તેમણે કહ્યું કે આ પહેલીવાર થયું એવું નથી, અને આશા વ્યક્ત કરી કે જ્યારે ગ્રાહકોની સ્થિતિ સુધરશે, ત્યારે તેમનો ખર્ચ વધી શકે છે.

આ પણ વાંચો  : મોંઘવારીથી સરકાર સામાન્ય લોકોને રાહત આપશે, નાણામંત્રીએ આપ્યું આશ્વાસન

માસ ડિમાંડવાળા પ્રોડક્ટ્સની માંગમાં ઘટાડો

બજાર નિષ્ણાતોનું કહેવું છે કે ઓક્ટોબર-ડિસેમ્બર 2022માં સતત બીજા ક્વાર્ટરમાં એવું જોવા મળ્યું છે કે વધુ કિંમતવાળી વસ્તુઓની ખરીદીમાં વધારો થયો છે, પરંતુ નીચલા સ્તરે માસ ડિમાંડવાળા પ્રોડક્ટ્સના વેચાણમાં ઘટાડો થયો છે.

માંગમાં આ ઘટાડો લગભગ તમામ કેટેગરીમાં જોવા મળ્યો છે. જૂતા અને કપડાંથી લઈને સ્માર્ટફોન, ટેલિવિઝન અને રેફ્રિજરેટર્સ સુધીની દરેક વસ્તુની માંગ ઘટી છે. આ પેટર્ન દર્શાવે છે કે ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોમાં પ્રીમિયમ ઉત્પાદનોની માંગમાં વધારો થયો છે. જ્યારે ઓછી આવકવાળા વર્ગના ગ્રાહકોએ મોટાભાગે આવો ખર્ચ ટાળ્યો છે. એટલે કે મોઘવારીની માર માધ્યમ વર્ગ અને માસ ડિમાંડવાળા ઉત્પાદકો ઉપર પડી રહી છે.

Back to top button