મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો બ્રિજ ! ખાનગી બસ ચાલકે લીધો માસુમનો જીવ
રાજકોટમાં જીવલેણ અકસ્માતની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ઈન્દિરા સર્કલ ઓવરબ્રિજ પર ખાનગી બસે ટક્કર મારતાં એક 12 વર્ષના કિશોરનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. આ કિશોર તેના કાકા કાકી સાથે જઈ રહ્યો હતો. ત્યારે ખાનગી બસને કારણે માસુમનો જીવ જતા ચકચાર મચી જવા પામી છે.
આ પણ વાંચો : હવેથી અમદાવાદમાં Uber અને Rapidoના વાહનો દેખાશે તો થશે જપ્ત, જાણો કેમ કરાઈ રહી છે કાર્યવાહી
ખાનગી બસે 12 વર્ષીય કિશોરનો જીવ લીધો
રાજકોટ શહેરમાં અકસ્માતની એક ગોજારી ઘટના સામે આવી છે. જેમાં એક ખાનગી ટ્રાવેલ્સની અડફેટે કિશોરનું મોત થતા અરેરાટી વ્યાપી જવા પામી છે. જાણકારી મુજબ કાકા-કાકી સાથે બાઈક પર જતાં 12 વર્ષીય ભત્રીજાનું બસની અડફેટે મોત નિપજ્યું છે. ખાનગી બસ ડ્રાઈવર અકસ્માત બાદ બસ મૂકીને ફરાર થતા પોલીસ દ્વારા બસ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સુરતમાં વધુ બે લોકોએ ગૂમાવ્યાં જીવ
કાકા-કાકી સાથે જઈ રહેલા ભત્રીજામુ કરુણ મોત
રાજકોટના ઈન્દિરા સર્કલ ઓવરબ્રિજ પાસે બુધવારે એક ખાનગી બસે ટક્કર મારતાં એક 12 વર્ષના કિશોરનું મૃત્યુ થયું હતું. પરિવાર જનોના જણાવ્યા મુજબ 12 વર્ષીય ઉદયરાજસિંહ તેના કાકા કાકી સાથે બાઇકમાં નાણાવટી ચોકથી હુડકો ચોકડી જઈ રહ્યા હતા.આ દરમિયાન ઈન્દિરા સર્કલ ઓવરબ્રિજ પુરપાટ ઝડપે આવતી ખાનગી ટ્રાવેલ્સની બસે પાછળથી બાઈકને ટક્કર મારી હતી. જેથી ત્રણેય રસ્તા પર ફંગોળાયા હતા. જેમાં કિશોરને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેનું ઘટના સ્થળે જ કમકામાટી ભર્યું મોત નિપજ્યું હતું. કિશોરના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ વ્યાપ્યો છે.
પોલીસે હાથ ધરી કાર્યવાહી
આ અકસ્માત બાદ બસનો ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો.ઘટનાને પગલે પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને ઉદયરાજસિંહનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીગ્રામ પોલીસે આ બસ ચાલક સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.ધન્વીર ટ્રાવેલ્સ લખેલી બસ ને ગાંધીગ્રામ પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.
આ પણ વાંચો : અમદાવાદમાં ત્રિપલ અકસ્માતની ઘટના, બે કાર વચ્ચે એક્ટિવા અડફેટમાં આવી, 5 ઇજાગ્રસ્ત