ટ્રેન્ડિંગવર્લ્ડવીડિયો સ્ટોરી

છોકરાને પોતાના મિત્ર પર એટલો વિશ્વાસ કે શિક્ષક સાથે લગાવી મોટી શરત, જુઓ વીડિયો

  • શરત લગાવ્યા બાદ શું થયું તેનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

HD ન્યૂઝ ડેસ્ક, 4 માર્ચ: વિદ્યાર્થીને પોતાના મિત્ર પર એટલો વિશ્વાસ હતો કે તેણે શિક્ષકને પડકાર્યા. છોકરાએ તેના શિક્ષક સાથે ક્લાસરૂમની સીટ બાબતે મોટી શરત લગાવી દીધી. શરત લગાવ્યા બાદ મિત્રએ શું કર્યું તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ દુનિયામાં વ્યક્તિનો જન્મ થતાંની સાથે જ તેને અનેક સંબંધો મળી જાય છે. મા-બાપ સિવાય વ્યક્તિને જન્મતાની સાથે જ ભાઈ-બહેન, કાકા-કાકી, દાદા-દાદી જેવા સંબંધો મળે છે. પરંતુ મિત્રતા એ એક જ સંબંધ એવો છે જે વ્યક્તિ પોતાની સ્વતંત્ર ઇચ્છાથી બનાવે છે. કોઈપણ વ્યક્તિ પોતાની પસંદની વ્યક્તિ સાથે મિત્રતા કરે છે. અજાણ્યા વ્યક્તિને મળ્યા પછી, બે વ્યક્તિઓ વચ્ચે મિત્રતા વિકસે છે અને પછી ધીમે ધીમે આ મિત્રતા ખૂબ જ ગાઢ બનતી જાય છે. બંને મિત્રો એકબીજાને એટલી સારી રીતે ઓળખે છે કે તેઓ એકબીજા પર પૂરા વિશ્વાસ સાથે કોઈપણ દાવો કરી શકે છે. આવા જ એક છોકરાએ આવું કર્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Aaron Dinin (@aarondinin)

વીડિયોમાં શું જોવા મળ્યું?

વાયરલ થઈ રહેલા વીડિયોમાં શિક્ષક તેના એક વિદ્યાર્થીને પૂછે છે કે, ‘અહીં આટલી બધી સીટો છે પણ તે અહીં જ કેમ બેસે છે?’ તેના જવાબમાં વિદ્યાર્થી કહે છે કે, મારો મિત્ર અહીં બેસશે એટલે હું આ સીટ પર બેસું છું.” આ પછી શિક્ષક કહે છે કે, તેને કેવી રીતે ખબર પડી કે તે(મિત્ર) અહીં જ બેસશે અને પછી શિક્ષક તેમજ વિદ્યાર્થી વચ્ચે મોટી શરત લાગી કે  જો વિદ્યાર્થી જીતશે તો તેને 3 પોઈન્ટ આપવામાં આવશે અને જો શિક્ષક જીતશે તો વિદ્યાર્થીએ એકસ્ટ્રા અસાઈન્મેન્ટ કરવા પડશે. ત્યારબાદ શિક્ષક જીતવા માટે વિદ્યાર્થીના મિત્રને 5 પોઈન્ટ આપવાની લાલચ આપે છે પરંતુ તે તેના મિત્રની બાજુમાં જ બેસે છે. આખરે સુખદ અંત આવે છે અને શિક્ષક ખૂબ ખુશ થઈને બંનેને 3 પોઈન્ટ આપે છે.

વીડિયો જોઈને યુઝર્સે આપી પ્રતિક્રિયા

આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર aarondinin નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં વીડિયોને 2 લાખ 97 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, “આ સાચી મિત્રતા છે.” અન્ય યુઝરે લખ્યું કે, “મને રડવાનું મન થાય છે, આપણી પાસે આવા પ્રોફેસરો કેમ નથી?”

આ પણ જુઓ: Rapidoનો વ્યક્તિએ એવો ઉપયોગ કર્યો કે ક્યારેય વિચાર્યું પણ ના હોય, જુઓ વીડિયો

Back to top button