કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

બોટાદ જેવો લઠ્ઠાકાંડ જેતપુરમાં થતો જરાકથી અટક્યો, જાણો કેમ ?

Text To Speech

જેતપુર શહેરમાં વીસેક દિવસ પુર્વે જુદી જુદી જગ્યાએ શંકાસ્પદ કેમીકલના 10 અને 15 બેરલ થઇ કુલ 25 બેરલનો જથ્થો ઝડપી લીધો હતો. આ કેમીકલનો ઉપયોગ દેશી દારૂમાં કરાતો હોવાની આશંકાએ પકડાયેલ કેમીકલના સેમ્પલ એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા. જેનો રીપોર્ટ ઇથાઇલ આલ્કોહોલ, રેકટીફાઇટ સ્પીરીટનો આવતા પોલીસે 4 શખ્સો સામે ગુનો નોંઘ્યો હતો. બોટાદમાં કેમીકલ યુક્ત દારૂ પીવાથી 40 થી 45 લોકોના મોત નીપજ્યા હતા તેમજ જૂનાગઢમાં કેમીકલ મુક્ત દારૂ પી બેની હત્યા થઇ હતી. તત્કાલીન સમયે કેમીકલવાળા દારૂ અંગે ભારે ઉહાપોહ મચી ગયો હતો. પરંતુ સમય જતા કેમીકલનો મામલો શાંત થઇ જતા આવો કેમીકલયુક્ત અન્ય શહેરોમાં પણ વેચાવા લાગ્યો છે.

ક્યાંથી કેમીકલ ઝડપાયું ?

જેમાં જેતપુર શહેરમાં વીસેક દિવસ પુર્વે બે દીવસમાં જુદી જુદી જગ્યાએથી કેમીકલના 200 લીટરનું એક એવા 25 બેરલ પોલીસે ઝડપી લીધા હતા. જેમાં પ્રથમ બનાવમાં દાસીજીવણપરા વિસ્તાર પાસે આવેલ આંબલીયાનગરમાં આવેલ એક બંધ દુકાનમાંથી 420 લીટર દેશી દારૂ અને 15 બેરલ શંકાસ્પદ કેમીકલનો જથ્થો ઝડપાયા બાદ નવાગઢ પાસેથી એક બોલેરો જીપમાંથી 10 બેરલ શંકાસ્પદ કેમીકલ સાથે બે શખ્સોને પોલીસે હસ્તગત કર્યા હતા.

શું કહેવું છે પોલીસનું ?

આ અંગે જેતપુરના ડીવાયએસપી રોહીત ડોડીયાએ જણાવેલ, પકડાયેલ કેમીકલ શંકાસ્પદ લાગતા એફએસએલની ટીમને બોલાવી સેમ્પલ લીધા હતા અને તેનો રીપોર્ટ આવી ગયા બાદ અન્ય કલમ હેઠળ ગુનો નોંધાશે. જે અંગેના રીપોર્ટમાં પકડાયેલ કેમીકલ ઇથાઇલ આલ્કોહોલ, રેકટીફાઇટ સ્પીરીટ હોવાનું આવ્યું. જેથી સીટી પોલીસે રીપોર્ટના આધારે હરેશ ઉર્ફે હરિયો પરમાર, સાગર ઉર્ફે ગદી ચુનીલાલ ગોહેલ તેમજ કીર્તીરાજસિંહ સજુભા ગોહિલ (રૂદ્ર એન્ટરપ્રાઇઝ, રહે. બજરંગવાડી, રાજકોટ) અને બીજા ગુનામાં વિજય કાંતિલાલ વેગડા સામે આઇપીસી 65(એફ), 81, 98 (2) મુજબ ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી.

Back to top button