ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

સરહદ પાર કરી આવેલી સીમા ખુશ, તો બાંગ્લાદેશથી આવેલી યુવતીને મળ્યો દગો

Text To Speech
  • પ્રેમીને પામવા સીમાની જેમ જ એક યુવતી બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારતમાં આવી હતી.

સીમા હૈદર અને સચિનની લવ સ્ટોરીથી હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાડોશી દેશ પાકિસ્તાનથી ભાગી છૂટ્યા બાદ ભારતની ગ્રેટર નોઈડા આવેલ સીમાની સ્ટોરી ખૂબ જ રસપ્રદ રહી છે. ત્યારે આવી જ એક પ્રેમ કહાની પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સામે આવી છે. સીમાને તો તેનો પ્રેમ મળી ગયો પરંતુ સિલીગુડીમાં આવેલી યુવતીને પ્રેમમાં દગો મળ્યો હોવાની વાત સામે આવી છે.

બાંગ્લાદેશથી પ્રેમી માટે ભારત આવી હતી 21 વર્ષીય યુવતી:

21 વર્ષીય યુવતી સપલા અખ્તર પ્રેમ માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને બાંગ્લાદેશથી ભારતના સિલિગુડી આવી હતી. સપલા અખ્તર તેના ભારતીય પ્રેમી માટે લગભગ અઢી મહિના પહેલા ભારતમાં આવી હતી. આ પછી તે સિલીગુડીમાં તેના પ્રેમી સાથે ખુશીથી દિવસ પસાર કરી રહી હતી. પરંતુ એક દિવસ અચાનક યુવતીને ખબર પડી કે તેનો પ્રેમી તેને નેપાળમાં વેચવાનું કાવતરું ઘડી રહ્યો છે. ત્યારથી તે એક દમ તૂટી પડી હતી.

આ પણ વાંચો: સંબંધોમાં પ્રેમ વધારવા ઇચ્છતા હો તો આ સરળ ટિપ્સને કરો ફોલો

પ્રેમી તેને વેચવા માગે છે તેની જાણ થતાં યુવતી ત્યાંથી ભાગી:

સરહદ પાર કરી આવેલ સીમા ખુશ, તો બીજી બાજુ બાંગ્લાદેશથી આવેલ યુવતીને મળ્યો પ્રેમમાં દગો
ફાઈલ ફોટો

સપલા અખ્તર પરથી પ્રેમનું ભૂત ઊતરી ગયું. અને તે તેના પ્રેમીથી બચવા ભાગી ગઈ. એવું કહેવામાં આવ્યું હતું કે યુવતી ટ્રેન પકડવા માટે સિલીગુડી રેલવે જંક્શન પહોંચી હતી. ત્યારે જ એક સ્વૈચ્છિક સંસ્થાએ તેને શંકાસ્પદ સંજોગોમાં ફરતી જોઈ. સપલા અખ્તરને આ રીતે એકલી જોઈને સંસ્થાના સભ્યોએ તેને પ્રધાનનગર પોલીસ સ્ટેશનની પોલીસને હવાલે કરી હતી.

ઘટનાની પુરી જાણકારી મેળવી પોલીસે કરી યુવકની શોધખોળ:

પૂછપરછ બાદ પોલીસે બાંગ્લાદેશી યુવતીની ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી અને ગુરુવારે તેને સિલિગુડી કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાંથી આરોપી યુવતીને જેલમાં મોકલી આપવામાં આવી હતી. બીજી તરફ હવે સિલીગુડી પોલીસે આરોપી યુવતીના પ્રેમીને દરેક જગ્યાએ શોધવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: પાકિસ્તાની પ્રેમિકા 3 દેશોની બોર્ડર ઓળંગીને પ્રેમી માટે ભારત પહોંચી!

Back to top button