‘હમારે બારહ’ને રિલીઝ કરવાની બોમ્બે હાઈકોર્ટે આપી મંજૂરી, જાણો કોર્ટે કઈ શરત મૂકી
- ફિલ્મ પર ઈસ્લામિક આસ્થાની સાથે સાથે મુસ્લિમ મહિલાઓના અપમાનનો પણ આરોપ લગાવવામાં આવ્યો
મુંબઈ, 19 જૂન: બોમ્બે હાઈકોર્ટે આજે બુધવારે કેટલાક ફેરફારો સાથે ફિલ્મ ‘હમારે બારહ’ને રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. ફિલ્મ અંગે કોર્ટે એમ પણ કહ્યું હતું કે, ફિલ્મમાં મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ કંઈ નથી, પરંતુ કેટલાક દ્રશ્યોને લઈને વાંધો હોઈ શકે છે. આ પછી કોર્ટે બંને પક્ષકારોને એકબીજા સાથે વાત કરીને ઉકેલ શોધવા કહ્યું હતું. અગાઉ અભિનેતા અનુ કપૂરની ફિલ્મ 7 જૂને રિલીઝ થવાની હતી, પરંતુ વિવાદોને કારણે આ ફિલ્મ રિલીઝ થઈ શકી ન હતી. આ ફિલ્મ વિરુદ્ધની અરજીમાં ઈસ્લામિક આસ્થાની સાથે સાથે મુસ્લિમ મહિલાઓના અપમાનનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.
The Bombay High Court on Wednesday allowed the release of film “Hamare Baarah”, on June 21, 2024 after the makers agreed to make certain changes in the movie.
Read more: https://t.co/tyDB4DpnFV pic.twitter.com/eordAffRZe— Live Law (@LiveLawIndia) June 19, 2024
મંગળવારે, કોર્ટે તેના ટ્રેલર પર વાંધો ઉઠાવ્યો હતો અને નિર્માતા પર 5 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આ ફિલ્મ ટ્રેલરથી વિપરીત છે અને સારો સામાજિક સંદેશ આપે છે. ઉલ્લેખનીય છે કે, મંગળવારની સુનાવણીમાં બોમ્બે હાઈકોર્ટે કેટલાક ડાયલોગ્સને મ્યૂટ કરવાનો આદેશ આપ્યો હતો.
જાણો આ ફિલ્મ પર થયેલા વિવાદ વિશે
- હમારે બારહનું ટ્રેલર 30 મેના રોજ રિલીઝ થયાના માત્ર 24 કલાકમાં જ હટાવી દેવામાં આવ્યું હતું, કારણ કે વસ્તી નિયંત્રણના મુદ્દા પર આધારિત આ ફિલ્મના કેટલાક દ્રશ્યો અને સંવાદો સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આરોપ લગાવવામાં આવ્યો હતો કે, આ ફિલ્મ મુસ્લિમ સમુદાયનું અપમાન કરે છે. આ ફિલ્મનું પોસ્ટર પણ 5 ઓગસ્ટે રિલીઝ થયું હતું, તેના પર પણ ઘણા સવાલો ઉભા થયા હતા.
- ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના મહારાષ્ટ્ર યુનિટના પ્રમુખ ઈમ્તિયાઝ જલીલે આરોપ લગાવ્યો હતો કે, ફિલ્મનું નામ હમ દો હમારે બારહ છે. જે પાછળથી હમારે બારહ થઈ ગયું. જેમાં મુસ્લિમ સમુદાયને નિશાન બનાવવામાં આવ્યો છેઃ. ફિલ્મનો ઉદ્દેશ્ય વિવાદ ઊભો કરીને પૈસા કમાવવાનો છે. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે કોઈ સમુદાયની મજાક ન ઉડાવાય.
- કેટલાક મુસ્લિમ સંગઠનોએ ચિંતા વ્યક્ત કર્યા બાદ કર્ણાટક સરકારે તેના ટ્રેલરને રિલીઝ કરવા પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો. સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જો ફિલ્મ રિલીઝ થશે તો રમખાણો ફાટી શકે છે. રાજ્યના અનેક મુસ્લિમ સંગઠનોએ આક્ષેપ કર્યો હતો કે, હમારે બારહમાં મુસ્લિમ ધર્મને અપમાનજનક રીતે દર્શાવવામાં આવ્યો છે. તેના પર પ્રતિબંધની માંગ પણ કરી હતી. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે, જો ફિલ્મ રિલીઝ થશે તો તે સમાજમાં ધર્મ અને જાતિના આધારે તિરાડ પેદા કરશે.
- ફિલ્મનું ટ્રેલર અને ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મના કલાકારોને ધમકીઓ પણ મળી રહી છે. આ પછી, અભિનેતા અન્નુ કપૂર નિર્દેશક અને નિર્માતા સાથે CM એકનાથ શિંદેને મળ્યા અને સુરક્ષાની માંગ કરી.
- જસ્ટિસ બી.પી.કોલાબાવાલા અને ફિરદૌસ પૂનીવાલાની બેંચે કહ્યું હતું કે, ફિલ્મનું પહેલું ટ્રેલર વાંધાજનક હતું, પરંતુ તેને હટાવી દેવામાં આવ્યું છે. ફિલ્મમાંથી આવા તમામ વાંધાજનક દ્રશ્યો હટાવી દેવામાં આવ્યા છે. આ એક ‘વિચાર પ્રેરક ફિલ્મ’ છે અને એવી નથી કે, જ્યાં પ્રેક્ષકોને ‘તેમનું મગજ ઘરે રાખવું પડે’ અને માત્ર ફિલ્મનો આનંદ લેવાની અપેક્ષા રાખવામાં આવે.
આ પણ જુઓ: શ્રદ્ધા કપૂરે બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે તેના સંબંધોની કરી પુષ્ટિ, રોમેન્ટિક પોસ્ટ મૂકી કર્યું જાહેર