ગુજરાતમધ્ય ગુજરાત

પીળી હળદરનો કાળો કોરોબાર ! ખેડામાં નકલી હળદર બનાવતું કારખાનું ઝડપાયું

  • ખેડા જિલ્લામાથી નકલી હળદર બનાવતું કારખાનું ઝડપાયું
  • કેમિકલનો ઉપયોગ કરીને ડુબલીકેટ હળદર બનાવવામાં આવતી હતી
  • ડુબલીકેટ હળદર વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવતું હતું

હાલ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. અત્યારે ગૃહિણીઓ બારેમાસના મસાલા ભરતી હોય છે. ત્યારે આ વચ્ચે ખેડા જિલ્લાના નડિયાદમાથી નકલી હળદર બનાવતું કારખાનું ઝડપાયું છે. નડિયાદમાં એક નહી પરંતુ બે જગ્યાએથી નકલી હળદર બનાવવામા આવતી હતી. ત્યારે નડિયાદ પોલીસને આ નકલી હળદરના કારોબારનો પર્દાફાશ કર્યો છે. અને નકલી હળદરના જથ્થાને ઝડપી લઈ તપાસ માટે મોકલી આપ્યો છે.

નડિયાદમાં નકલી હળદળની ફેક્ટરી ઝડપાઈ

હાલની સિઝનમાં ગૃહિણીઓ આખા વર્ષ માટે મસાલા ભરીને રાખતી હોય છે. ત્યારે આખા વર્ષ માટે રસોડામાં ઉપયોગમાં લેવાતી ડુપ્લિકેટ હળદરની ફેક્ટરી ઝડપાઇ છે. જાણકારી મુજબ નડિયાદના મિલ રોડ વિસ્તારમાં એક ફેક્ટરીમાં સૌ પ્રથમ તપાસ કરતા નકલી હળદરનો જથ્થો મળી આવ્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા તપાસ કરતા તેમની વધુ એક કંપની સિલોડ ગામ પાસે આવેલી હોય તેમ જાણવા મળ્યું હતુ જેથી પોલીસે આ સ્થળ પર પહોંચીને દરોડો પાડી નકલી હળદર બનાવવા માટે વપરાતા જથ્થાને જપ્ત કરી લીધો હતો.

ડુપ્લીકેટ હળદર -humdekhengenews

આ રીતે બનાવતા હતા ડુબલીકેટ હળદર

આ ફેક્ટરીમાં કેમિકલનો ઉપયોગ કરીને ડુબલીકેટ હળદર બનાવવામાં આવતી હતી.અહી દરોડો પાડતા કેમિકલના બેરેકો અને ડુબલીકેટ હળદર બનાવવા માટેનો સામાન મળી આવ્યો હતો.જેથી આ ફેક્ટરીમાં કેમિકલ અને કણકીનો ઉપયોગ કરીને હળદર બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ ફેકટરી માંથી મોટી સંખ્યામાં કણકી, કણકીનો લોટ, તથા મોટી સંખ્યામાં કેમિકલ ભરેલ બેરલ મળી આવ્યો હતો. જેથી પોલીસે જપ્ત કરી તપાસ માટે તેના સેમપ્લ મોકલી આપ્યા છે.

ડુપ્લીકેટ હળદર -humdekhengenews

આ રીતે ઝડપાયું ડુબલીકેટ હળદરનું કારખાનું

નડિયાદ ટાઉન પોલીસ, ડી સ્ટાફ તથા ડીવાયએસપીની ટીમને બાતમી મળી હતી કે નડિયાદ મીલ રોડ પર આવેલ એક ફેક્ટરીમાં ડુબલીકેટ દારૂ બનાવવા માટે ના કેમિકલ બનાવવામાં આવી રહ્યું છે. આ બાતમીને આધારે પોલીસે અહી દરોડો પાડ્યો ત્યારે પોલીસ પણ જોઈને ચોંકી ગઈ.કારણ કે અહી ડુબલીકેટ દારૂની જગ્યાએ કેમિકલનો ઉપયોગ કરીને ડુબલીકેટ હળદર બનાવવામાં આવતી હતી.પોલીસે તમામ જથ્થાને જપ્ત કરીને હળદરના સપ્લાય અંગે તપાસ કરતા જાણવા મળ્યુંમ કે આ ફેક્ટરી માંથી તૈયાર થતી ડુબલીકેટ હળદર વિદેશમાં પણ એક્સપોર્ટ કરવામાં આવતું હતું.

ડુપ્લીકેટ હળદર -humdekhengenews

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા

નડિયાદ શહેર પોલીસે આ મામલે નડિયાદ સ્થિત જીલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને આ અંગે જાણ કરી હતી જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ અહી દોડી આવ્યા હતા.અને ઝડપાયેલ બન્ને ફેક્ટરીમાંથી વિવિધ સેમ્પલ લઈ તેની તપાસ અંગે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી.બીજી તરફ નડિયાદ શહેર પોલીસે આ મામલે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : ધોલેરા-ભાવનગર હાઈવે પર ગમખ્વાર અક્સ્માત, બાળકો સહિત 25 લોકો ઈજાગ્રસ્ત, 5ની હાલત ગંભીર

Back to top button