ભાજપે સુરતમાં પાલિકાની ચૂંટણીમાં કરેલી ભૂલ સુધારી વિધાનસભાની ચૂંટણીમાં કમબેક કર્યુ
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયુ છે. જેમાં ભાજપે બધા જ રેકોર્ડ તોડીને ગુજરાતમાં પોતાનો દબદબો હથાવત રોખ્યો છે. તેમજ કોંગ્રેસના ગુજરાતમા સુપડા સાફ થઈ ગયા છે. ભાજપે કોંગ્રેસ મુક્ત ભારત અભિયાન શરુ કરી દીધુ છે. ત્યારે ગત પાલિકાની ચૂંટણીમાં આપની એન્ટ્રી સાથે સુરતમાં કોંગ્રેસ સપૂર્ણ રીતે સાફ થઈ ગયુ છે. ભાજપે કોંગ્રેસ મુક્ત સુરત કરવા સ્ટ્રેટેજી બનાવી હતી. જેમાં પાલિકાની ચૂંટણીમાં 27 બેઠક પર આપની એન્ટ્રી થઈ હતી. જે બાદ ભાજપે પોતાની ભૂલ સુધારીને સુરતમાં વિધાનસભાની ચૂંટણીમાં વાપસી કરી છે.
પાલિકાની ચૂંટણીમાં ભાજપને પડ્યો હતો ફટકો
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ મુક્ત સુરત માટે ભાજપ દ્વારા રણનીતિ બનાવવામાં આવી હતી. પણ પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો તો થયો પણ આપની એન્ટ્રી થતા ભાજપને મોટો ફટકો પડ્યો હતો. જે બાદ ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં કમબેક કર્યુ હતુ.
ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં વાપસી કરી
પાટીદાર બહુમતિવાળી બેઠકો પર આપનો વિજય થશે તેવું ચુંટણી પહેલા અને મતદાન બાદ મનાઈ રહ્યું હતું. જોકે, પાટીદાર વિસ્તારમાં ભાજપે વિનોદ મોરડીયા, કુમાર કાનાણી, પ્રફુલ્લ પાનસેરીયા, પ્રવિણ ધોધારી, કાંતિ બલર અને મુકેશ પટેલને રીપીટ કર્યા હતા. આ ઉમેદવાર અને તેમની ટીમ ઉપરાંત સંગઠન દ્વારા કરવામા આવ્યું આયોજન સાથે સાથે મતદાન પહેલા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા અને 29 કિલોમીટરનો પ્રભાવશાળી રોડ શોએ આખી બાજી પલટી નાખી હતી.
કોંગ્રેસનો દક્ષિણ ગુજરાતમાંથી સફાયો
ભાજપે સુરતમાં તેનો દબદબો 2017ની જેમ આ વખતે જાળવી રાખ્યો છે. અને કોંગ્રેસ દક્ષિણ ગુજરાતમાં એક સીટ જીતી નહીં શકતા સપૂર્ણ રીતે સાફ થઈ છે. જેમાં વાત કરવામાં આવે તો 12 બેઠકો એવી છે જેનાન પર કોંગ્રેસ ત્રીજા સ્થાને રહી છે અને આ 12 બેઠકો પર આપ બીજા સ્થાને છે