ગુજરાતટોપ ન્યૂઝ

વર્ગ-3 ની ભરતી પરીક્ષાઓને લઈ સૌથી મોટા સમાચાર, હવેથી આ રીતે લેવાશે પરીક્ષા !

પેપરલીક કાંડ જેવી ઘટનાઓ બન્યા બાદ સરકાર પણ હવે એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. આવી ઘટનાઓ ન બને તે માટે રાજ્ય સરકારે વર્ગ-3ની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. સરકાર દ્વારા થતી વર્ગ-3ની ભરતી પરીક્ષા પદ્ધતિમાં કલાર્ક, સિનિયર કલાર્ક, જુનીયર ક્લાર્ક, ઓફિસ આસીસ્ટન્ટ ભરતી માટે હવે પછીની પરીક્ષાઓમાં નવા નિયમો લાગુ પડશે. વર્ગ-3ની ભરતી માટે હવેથી સરકાર દ્વારા દ્વિ-સ્તરીય પરીક્ષા પધ્ધતિ લાગુ કરવામાં આવી છે. જેમાં પહેલા એક પ્રિલિમ પરીક્ષા લેવાશે, આ પરીક્ષામાં જે ઉમેદવાર પાસ થશે તેણે જ મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે. 3 - Humdekhengenewsઅગાઉના વર્ષોમાં પરીક્ષા બાદ ઉમેદવારો માટે જે વેઇટિંગ લિસ્ટ બનતું હતું તે હવેથી બનશે નહિ. હવેથી મુખ્ય પરીક્ષાના આધારે જ મેરીટ જાહેર કરવામાં આવશે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, હવેથી દર વર્ષે જે-તે વિભાગો દ્વારા પોતાની જરૂરિયાત મુજબ ખાલી જગ્યાઓ અંગે વિભાગના સેક્રેટરીને જાણ કરવાની રહેશે. નવી પરીક્ષા પદ્ધતિમાં હવેથી ઉમેદવારોને ગુજરાતી અને અંગ્રેજીમાં પરીક્ષા આપવાનો વિકલ્પ પણ મળી રહેશે. ભરતી બોર્ડના નિયમોને આધિન પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાના પરિણામને આધારે ફાઇનલ મેરીટ બનાવવામાં આવશે. 3 - Humdekhengenewsહવેથી 2 પ્રકારે વર્ગ-3 ગણાશે, અપર વર્ગ-3 અને લોવર વર્ગ-3, જો અપર વર્ગની વાત કરવામાં આવે તો તેમા પ્રથમ પ્રાથમિક પરીક્ષા લેવાશે જે 100 માર્કસ ની હશે જેના માટે ફક્ત એક જ કલાક મળશે. આ પ્રાથમિક પરીક્ષા માં કોઈ પણ કેટેગરીના ઉમેદવારે ઓછામાં ઓછા 40 માર્કસ લાવવા પડશે. પ્રાથમીક પરીક્ષામાં રિજનીગ અને ગણિત 40 માર્કસ, 30 માર્કસ, અંગેજી 15 માર્કસ અને ગુજરાતી 15 માર્કસ પ્રમાણે લેવાશે. આ પરીક્ષા પાસ કર્યા પછી મુખ્ય પરીક્ષા લેવામાં આવશે જેમાં 3 પેપર લખવાના રહેશે જેનો સમય 3 કલાક હશે. આ પેપરમાં પ્રથમ ગુજરાતી ભાષા જેમાં પત્ર, નિબંધ અને બધુજ આવશે જે 100 માર્કસનું હશે, બીજુ અંગ્રેજી જેમાં પણ 100 માર્કસનું લખવાનું આવશે. જ્યારે ત્રીજું પેપર 150 માર્કસનું આવશે જેમાં ઇતિહાસ, વારસો, બંધારણ, ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી અને જાહેર વહીવટ જેવા બધા જ વિષય ના પ્રશ્નો આવશે. ફાઈનલ સિલેક્શન માં મુખ્યપરિક્ષાના જ ગુણ જોવામાં આવશે. જો લોવર વર્ગ-3 ની વાત કરવામાં આવે તો તેમાં મુખ્ય પરીક્ષા નહિ આવે, લોવર વર્ગ-3 માં 200 માર્કસનું પેપર આવશે જેનો સમય 2 કલાક રહેશે. જેમાં અંગેજી 20, ગુજરાતી 20, બંધારણ, જાહેર વહીવટ, RTI, CPS, PCA 30 માર્કસ, ઇકોનોમી, વિજ્ઞાન અને ટેકનોલોજી, પર્યાવરણ 30 માર્કસ, કરંટ અફેર 30 માર્કસ અને ગણિત અને રીજનીગના 40 માર્કસ એમ 200 માર્કસનું પેપર હશે. કોઈ પણ વર્ગ-3માં હવે કોમ્પ્યુટર ટેસ્ટ લેવાશે નહિ.

આ પણ વાંચો : Surat : રિક્ષામાં સવાર મુસાફરની નજર ચુકવી ભાઈ-બહેન કરતા હતા ચોરી, પોલીસે કરી ધરપકડ
3 - Humdekhengenewsસરકાર દ્વારા જાહેર થયેલા નવા નિયમો પ્રમાણે હવે પછીથી વર્ગ-3ની પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રથમ પ્રિમિલનરી પરીક્ષા અને પછી મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. જેમાં પ્રિમિલનરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. અગાઉ વર્ગ-3ની ભરતી માટે સીધી ભરતી એટલે કે માત્ર એક જ વાર પરીક્ષા લેવામાં આવતી હતી અને પરીક્ષાનું પરીણામ જાહેર થયા બાદ સીધી ભરતી કરીને ઉમેદવારોને ઓર્ડર આપી દેવામાં આવતા હતાં. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા વર્ષોમાં ભરતી પરીક્ષાઓમાં પેપરલીક અને અન્ય અનેક ઘટનાઓ બાદ હવે સરકારે આ દિશામાં પગલાં ભરી રહી હોય તે દેખાઈ રહ્યું છે.

Back to top button