અમદાવાદીઓ માટે સૌથી મોટા સમાચાર, એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી
- વિદ્યાર્થીઓએ અમદાવાદના 23 તળાવના પાણી પર સંશોધન કર્યું
- કોલેરા, ફ્લોરોસિસ, બ્લુ બેબી અને ચામડીના રોગો થવાનો ભય
- વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા
અમદાવાદમાં એક પણ તળાવનું પાણી પીવાલાયક નથી. જે રીપોર્ટમાં ખુલાસો થયો છે. કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદૂષિત હોવાનું સામે આવ્યુ છે. તેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીના સંશોધનમાં ચોંકાવનારા તારણ સામે આવ્યા છે. વિદ્યાર્થીઓએ અમદાવાદના 23 તળાવના પાણી પર સંશોધન કર્યું હતુ.
આ પણ વાંચો: ગુજરાતમાં હીટવેવ વિશે જાણો શું કરી હવામાન વિભાગે આગાહી
કોલેરા, ફ્લોરોસિસ, બ્લુ બેબી અને ચામડીના રોગો થવાનો ભય
ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ વિભાગના વિધાર્થી દ્વારા કરાયેલા સંશોધનમાં મહત્વની વાત સામે આવી છે જેમાં અમદાવાદના તળાવનું પાણી સૌથી દૂષિત થયુ હોવાની વાત છે. વિધાર્થી દ્વારા 23 તળાવમાં પાણીમાં 18 પેરામીટર પર સંશોધન થયુ છે. અમદાવાદ એક પણ તળાવનું પાણી પીવાલાયક કે વાપરવા લાયક નથી. અમદાવાદનું શાન ગણાતું કાંકરિયા તળાવનું પાણી સૌથી વધુ પ્રદુષિત છે. તેમજ અમદાવાદ તળાવમાં પાણી જમીનને પણ નુકશાન કરી રહ્યું છે. 18 પેરામીટર, PH,TDS,ઇલકેટ્રી કન્ડકટીવી, કલોરાઇડ, ફ્લોરાઇડ, સોડિયમ અને પોટેશિયમ સહિતના પેરા મીટરની કરી ચકાસણી, સંશોધનમાં આવેલા તારણ મુજબ અમદાવાદનું પાણી વપરાશમાં લેવાય તો કોલેરા, ફ્લોરોસિસ, બ્લુ બેબી અને ચામડીના રોગો થવાનો ભય રહેશે.
વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા
અમદાવાદમાં હાલ ચારેતરફ ખોદકામ અને ખાડા જોવા મળશે. આવામાં એક રિપોર્ટ કહે છે કે, અમદાવાદના અનેક વિસ્તારોમાં પાણી પીવા જેવું નથી. એએમસીની સેન્ટ્રલ લેબોરેટરીએ રિપોર્ટ આપ્યો કે, અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી મળતુ નથી. શહેરના વટવા, ઈસનપુર, બહેરામપુરા, જમાલપુરના કેટલાક વિસ્તારોમાં દુષિત પાણીની સમસ્યા છે. વિવિધ ઠેકાણે ભંગાણ અને પાણી-ડ્રેનેજ લાઈન મિક્સ થવાથી દુષિત પાણીની સમસ્યા છે.