Whatsappનું અત્યાર સુધીનું સૌથી મોટું ફિચર તેના ઉપયોગથી ઈન્ટરનેટની નહીં પડે જરુર
- Whatsappમાં હવે ઈન્ટનેટ વિના ફાઇલ્સ થશે ટ્રાન્સફર
- નવી અપડેટમાં જોવા મળી શકે છે આ ફિચર્સ
- ટેક્સ્ટની જેમ એન્ડ-ટૂ-એન્ડ ઈન્ક્રિપ્ટેડ રહેશ ફાઈલ્સ
HD ન્યુઝ ડેસ્ક, 24 એપ્રિલ: દુનિયાભરમાં કરોડો વોટ્સેપ યુઝર્સ માટે એક ખુબ સારા સમચાર છે. હાલમાં Whatsapp તેના નવા ફિચર પર કામ કરી રહી છે જે યુઝર્સ માટે ખુબ ફાયદાકરાક સાબિત થવાનું છે. Whatsapp થી જોડાયેલી માહીતીને ટ્રેક કરનારા WABetainfoએ જાણકારી આપી છે કે Whatsapp હાલ એક ફાઈલ શેરીંગના ફિચર પર કામ કરી રહી છે. આ ફિચર્સના ઉપયોગથી યુઝર્સ હવે ઈન્ટરનેટવિના ફોટો-વીડિયો અને ડોક્યુમેન્ટ્સ ફાઈલ શેર કરી શકશે. એક રિપોર્ટ પ્રમાણે એવુ કહેવાય રહ્યું છે કે Whatsapp યુઝર્સે સેટીંગમાં જઈને પોતાનું બ્લુટૂથ ઓન કરવાનું રહેશે ત્યાર પછી ફાઈલ્સ શેર કરવાની રહેશે. આ ફાઈલ્સ, Metaના માલિકીવાળી ઈન્સટન્ટ મેસેજિંગ એપના બીજા ટેક્સટની જેમ જ એન્ડ-ટૂ-એન્ડ ઈનક્રિપ્ટેડ હશે.
બે ડીવાઈસમાં શેરીંગમાટે આ ફીચર્સ ઓન હોવું જરૂરી
WABetainfoના રિપોર્ટમાં લીક થયેલા સ્ક્રીનશોટથી જાણ થાય છે કે આ ફિચરને કામ કરવા માટે એપના એન્ડ્રોઈડ પરમિશનની જરુર નથી. ઓફલાઈન ફાઈલ્સ શેર કરવા માટે જરુરી છે કે જે ડિવાઈસની સાથે તમે ફાઈલ શેર કરો છો, તેમાં પણ આ ઓફલાઈન ફાઈલ શેરીંગ ફિચર ઉપલબ્ધ હોય. આ ફિચરના એપના આવનારા અપડેટમાં રોલઆઉટ થવાની આશા રખાઈ રહી છે. આ ફિચરની સાથે યુઝર્સને એપના સ્ક્રીન પર જ પરમિશન ગ્રાન્ટ કરી શકશે જેથી બંને ડીવાઈસો કનેક્ટ રહી શકે. તમને જણાવી દઈએકે આ એક ઓપ્ટ ઈન પ્રોસેસ છે અને કોઈપણ તમારી પરમિશન વિના ફાઈલ્સ મોકલી શકશે નહી. આ સાથે જ રિપોર્ટ્સમાં જણાવાયું છે કે આ પ્રોસેસમાં સેન્ડર અને રિસીવર એમ બંનેના ફોન નંબર હાઈડ રહેશે જેનાથી યુઝર્સને વધારાની પ્રાઈવસી મળશે.
અન્ય એક ફિચર્સ પર પણ કામ ચાલે છે
તમારી આજુબાજુ હાજર ડીવાઈસને ઓળખવા, કનેક્ટ કરવા અને તેના પોજિશનની જાણકારી મેળવવા માટે લોકેશન પરમિશન જરુરી છે. યુઝર્સ જ્યારે ઈચ્છે ત્યારે આ પરમિશનને પોતાના ફોનમાંથી બંદ કરી શકે છે.તમને જણાવી દઈએ કે આ ખાસ ફિચર પર હાલમાં કામકાજ ચાલી રહ્યું છે જેના રીલીઝ થવાની તારીખ કે સમયનની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી. આ ફિચર સિવાય Whatsapp કોન્ટેક્ટ નોટ્સ નામના અન્ય એક ફિચરમાં પણ કામ કરી રહ્યું છે. આ ફિચર્સથી Whatsapp યુઝર્સ પોતાના કોન્ટેક્ટ્સની સાથે નોટ્સ પણ શેર કરી શકશે.
આ પણ વાંચો: YouTube પર આ બાબતો સર્ચ કરવાનું ટાળો, નહીંતર મોટી મુશ્કેલીમાં મૂકાશો