સ્પોર્ટસ

ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશન અંગે હવે મેનેજમેન્ટને સૌથી મોટો પડકાર, કોને મળશે સ્થાન ?

Text To Speech

ટીમ ઈન્ડિયાની બાંગ્લાદેશ સામે પહેલી મેચમાં કંગાળ પ્રદર્શન કરતી જોવા મળી હતી. ત્રણ મેચોની વન-ડે સીરિઝમાં પહેલી વન-ડેમાં ટીમ ઈન્ડિયાની હાર થઈ છે. ત્યાર બાદ ટીમ ઈન્ડિયાના કોમ્બિનેશન સામે ઘણાં સવાલ ઊભા થઈ રહ્યા છે.રિષભ પંત ઇજાના કારણે બહાર થયા બાદ ભારત માટે મેચમાં કે.એલ. રાહુલ વિકેટકીપર બેટ્સમેન તરીકે રમતો નજરે પડ્યો. તો તેણે મેચ બાદ ખુલાસો કરતા કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે વિકેટકીપિંગ અને મિડલ ઓર્ડરમાં બેટિંગ માટે તૈયાર રહેવા કહ્યું હતું.

IND vs BAN - Hum Dekhenge News
K L Rahul

બાંગ્લાદેશના ટીમ સામે હાર બાદ કે.એલ. રાહુલે જાણાવ્યું કે, શું હવે સંજુ સેમસન, રિષભ પંત અને ઇશાન કિશનને ઇશાન કિશનને ચાંસ આપવામાં નહીં આવે? પહેલી વન-ડે મેચમાં ભારતીય ટીમના વાઈસ કેપ્ટન કે.એલ. રાહુલ વિકેટકીપર બેટ્સમેનના રૂપમાં રમતો નજરે પડ્યો. તો તેણે મેચ બાદ કહ્યું કે, ટીમ મેનેજમેન્ટે મને વિકેટકીપિંગ અને મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા માટે તૈયાર રહેવા કહ્યું હતું. આ મેચ બાદ તેના નિવેદનથી એવા સવાલ ઉઠવા લાગ્યા છે કે શું હવે સંજુ સેમસન, રિષભ પંત અને ઇશાન કિશન માટે હવે વ્હાઇટ બોલ ક્રિકેટના દરવાજા બંધ થઇ ગયા છે?

આ પણ વાંચો : IND vs BAN : દિલધડક મેચમાં 1 વિકેટે બાંગ્લાદેશની જીત, છેલ્લી વિકેટ માટે 51 રનની ભાગીદારી

લાંબા સમયથી પોતાના ફોર્મના કારણે ચર્ચમાં રહેલા રાહુલે કહ્યું કે, અમે છેલ્લા 8-9 મહિનાથી વધારે વન-ડે મેચ રમી નથી, પરંતુ જો તમે 2020-21ને જુઓ તો મેં વિકેટકીપિંગ કરી અને ચોથા-પાંચમા નંબર પર બેટિંગ પણ કરી છે. ટીમે મને આ ભૂમિકા ભજવવા માટે કહ્યું છે. હું વ્હાઇટ બૉલ ફોર્મેટમાં માટે તૈયાર છું.

બીજી તરફ રિષભ પંત બાબતે કે.એલ. રાહુલે કહ્યું કે, તેની બાબતે ઇમાનદારીથી કહું તો મને આજે જ ખબર પડી કે તે સીરિઝથી રીલિઝ થવા જઇ રહ્યો છે. તેની સાથે જોડાયેલા સવાલો પર મેડિકલ ટીમ સારી રીતે જવાબ આપી શકે છે. જેને જોતાં ટીમમાં ફેરફાર જોવા મળી શકે તે વાત નક્કી છે. પહેલી વન-ડે મેચની વાત કરીએ તો ભારતીય ટીમ માટે આ મેચ અને સીરિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી છે.

Back to top button