ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામેના રોષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા

  • એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા
  • પરશોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ
  • મહાસંમેલન વિશે રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો

ગુજરાતમાં ક્ષત્રિય સમાજમાં પરશોત્તમ રૂપાલા સામેના રોષ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પરશોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહાસભાને લઈ સરકારે માહિતી મંગાવી છે. તેમાં રાજ્ય અને અન્ય રાજ્યના કેટલા આગેવાનો હતા તે માહિતી મંગાવી છે. તેમજ સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓની ચાંપતી નજર હતી.

આ પણ વાંચો: ગુજરાત: લગ્ન વાચ્છુક યુવાનો સાવધાન, લગ્નના ત્રીજા દિવસે જ લૂંટેરી દુલ્હન દાગીના લઇ ફરાર 

એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા

સંમેલન પર ગુજરાતના ટોચના અધિકારીઓ અને રાજકીય આગેવાનોની ચાંપતી નજર હતી. જેમાં ઘણા લાંબા સમય બાદ રાજકોટના મહાસંમેલનમાં એક સાથે લાખોની સંખ્યામાં ક્ષત્રિયો એક સૂરે ભેગા થયા હતા. સહકારી અગ્રણી અને ખેડૂત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાએ કેશુભાઈ પટેલની સરકાર હતી ત્યારે એક સાથે શાસ્ત્રી મેદાનમાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેગા કર્યા હતા. બાદમાં એક પણ રાજકીય આગેવાન આટલી મોટી સંખ્યામાં જનમેદની એકઠું કરી શક્યા નથી.

આ પણ વાંચો: ગુજરાત: અકસ્માતના વિવિધ ત્રણ બનાવમાં 9નાં મૃત્યુ, 12 લોકોને ગંભીર ઈજા થઇ 

મહાસંમેલન વિશે રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો

મહાસંમેલન વિશે રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે. ગઈકાલની સભાને લઈ સરકારે તમામ માહિતીઓ મંગાવી છે. રાજ્યની ખાનગી એજન્સીઓ પાસેથી ક્ષત્રિય સમાજના કેટલાક લોકો ઉપસ્થિત હતા તેની તમામ જાણકારી આપવામાં આવશે. ગીરાસદાર ક્ષત્રિય સમાજ ઉપરાંત કાઠી ક્ષત્રિય સમાજ, નડોદા, ગુર્જર, કારડીયા, હાટી દરબાર ઉપરાંત કઈ કઈ જ્ઞાતિના આગેવાનો અને લોકો હાજર રહ્યા તે વિશે તપાસ કરાઇ રહી છે. આઈબી સહિતની એજન્સીઓ દ્વારા રાજ્યના ગૃહ વિભાગ અને સરકારને રિપોર્ટ મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ગુજરાત: યુટ્યુબ પર ક્રાઇમ પેટ્રોલ જોઇ મિત્રને દારૂ પિવડાવી કરી હત્યા

પરશોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ

પરશોત્તમ રૂપાલાને ઉમેદવારી પરત ખેંચવા અલ્ટીમેટમ આપવામાં આવ્યુ છે. જેમાં 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. રાજકોટમાં ક્ષત્રિય મહાસંમેલનમાં નિર્ણય કરાયો છે. ફોર્મ પરત નહી ખેંચે તો અમદાવાદમાં સંમેલન મળશે. તેમાં અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આંદોલન કરાશે. જેમાં સમગ્ર દેશભરમાંથી ક્ષત્રિય એકત્રિત થશે તથા રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની ક્ષત્રિય સમાજની માગ યથાવત છે.

Back to top button