નેશનલ

કોરોનાના વધતા કેસ વચ્ચે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, CJIએ વકીલોને આપી આ મોટી છૂટ

Text To Speech
  • દેશમાં ફરી કોરોનાના કેસનો રાફડો ફાટ્યો
  • વકીલોને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી
  • 24 કલાકમાં ચાર હજારથી વધુ કેસ વધ્યા

દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધવા લાગ્યા છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે વકીલોને મોટી છૂટ આપી છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને વકીલોને વર્ચ્યુઅલ રીતે કોર્ટમાં હાજર રહેવાની મંજૂરી આપી છે. CJIએ કહ્યું, ‘અખબારના અહેવાલો દર્શાવે છે કે કોરોનાના કેસ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો વકીલો કોર્ટમાં વર્ચ્યુઅલ રીતે હાજર થવા માંગતા હોય, તો તેઓ આમ કરી શકે છે. તેઓ હાઇબ્રિડ મોડમાં પણ કામ કરી શકે છે.

Corona case

24 કલાકમાં ચાર હજારથી વધુ કેસ વધ્યા

આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 4,435 લોકો સંક્રમિત જોવા મળ્યા છે. છેલ્લા 163 દિવસના આંકડામાં આ સૌથી વધુ છે. આ સાથે દેશમાં સક્રિય કેસની સંખ્યા 23 હજાર 91 પર પહોંચી ગઈ છે. સક્રિય કેસ એટલે એવા દર્દીઓ કે જેઓ હજુ સારવાર હેઠળ છે.

india corona

કોરોનાને કારણે મૃત્યુઆંક પણ વધ્યો છે. છેલ્લા 24 કલાકમાં 15 લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી કેરળ અને મહારાષ્ટ્રમાં ચાર-ચારના મોત થયા છે. છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, પુડુચેરી અને રાજસ્થાનમાં એક-એક કોરોના સંક્રમિત વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. સંક્રમણને કારણે અત્યાર સુધીમાં કુલ પાંચ લાખ 30 હજાર 916 લોકોના મોત થયા છે.આંકડાઓ પર નજર કરીએ તો છેલ્લા ચાર દિવસમાં મૃત્યુ દરમાં 200 ટકાનો વધારો થયો છે. આ દરમિયાન 40 લોકોએ જીવ ગુમાવ્યા. 1 એપ્રિલે પાંચ લોકોના મોત થયા હતા. 2 એપ્રિલે 11, 3 એપ્રિલે નવ અને 4 એપ્રિલે 14 લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ પણ વાંચો : CM મમતાને હાઈકોર્ટના નિર્દેશ, કહ્યું- હનુમાન જયંતિ પર સુરક્ષા નિશ્ચિત કરો, નહીં તો પેરા મિલિટ્રી ફોર્સને બોલાવો

Back to top button