ગુજરાત સહિત દેશભરના ખેડૂતોએ ફરી છેડ્યું આંદોલન, આ મુદ્દાને લઈને ઉતર્યા મેદાને
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘના ભારતીય સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નો મુદ્દે ભારત સરકાર સામે ફરી આંદોલન શરુ કર્યુ છે. ત્યારે ગુજરાતમાં ખેતર, દવા તેમજ ખાતર ઉપર GST હટાવવાના મુદ્દા સાથે ફરી ખેડૂતો મેદાને ઉતર્યા છે. ત્યારે શનિવારને રોજ મોટી સંખ્યામાં ખેડૂતોએ ધરણા કરી વિરોધ કર્યો હતો તેમજ સોમવારે કિંસાન સંઘની દિલ્હી ખાતે ગર્જના રેલી યોજાશે.
GSTને હટાવવાની માંગ સાથે દેશભરમાં વિરોધ
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ RSSના ભારતીય કિસાન સંઘે ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ફરીથી સરકારનો વિરોધ કર્યો છે. ત્યારે સોમવારે દિલ્હી ખાતે દેશભરના અનેક જીલ્લાના ખેડૂતો કૃષિ પેદાશ માટે ઉપયોગી એવી વસ્તુને લઈને ગર્જના રેલી યોજશે. મળતી માહિતી મુજબ દેશભરના ખેડૂતો કૃષિ પેદાશોમાં લાભકારી મૂલ્ય, ખેત ઓજાર, જંતુનાશક દવા, તેમજ ખાતર ઉપર લાગેલ GSTને હટાવવાની માંગણીને લઈને વિરોધ કરી રહ્યા છે. ત્યારે શનિવારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: રાજ્યના તાપમાનમાં આજથી ઘટાડો, પારો ગગડતા અનુભવાશે કાતિલ ઠંડી
ગુજરાત કિસાન સંઘે આવેદન પત્રો આપ્યા
સોમવારને 19 ડિસેમ્બરે ગુજરાત સહિત દેશભરના ખેડૂતો GST હટાવવાની માંગને લઈને દિલ્હી ખાતે રામલીલા મેદાનમાં રેલી આયોજીત કરવાના છે. તેને લઈને શનિવારને રોજ ગુજરાતના ગાંધીનગર ખાતેના બલરામ ભવને ગુજરાતના ખેડૂતો તેમજ કિસાન સંઘના આગેવાનો એકત્ર થયા હતા. જ્યાં GST હટાવવાને લઈને વિરોધ કરી પડતર પ્રશ્નો મુદ્દે કિસાન સંઘે આવેદન પત્રો આપ્યા હતા.