ટ્રાવેલટ્રેન્ડિંગ

ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં ફરવાનો બેસ્ટ સમય, અહીં જરૂર જજો

  • કાશ્મીરમાં ફરવાનો બેસ્ટ સમય માર્ચથી લઈને ઓગસ્ટ અને મિડ સપ્ટેમ્બર સુધીનો ગણાય છે. ચોમાસાની ઋતુ કાશ્મીરને અલગ જ લૂક આપે છે

HD ન્યુઝ ડેસ્કઃ કાશ્મીરને તેની નેચરલ બ્યુટીના કારણે ‘પૃથ્વી પરનું સ્વર્ગ’ કહેવામાં આવે છે. કાશ્મીર વિશે એવું કહેવાય છે કે જે અહીંની સુંદરતાની વચ્ચે એક વાર ફરી લે તેના દિલમાંથી આ જગ્યા ક્યારેય નીકળી શકતી નથી. પર્યટકોની વચ્ચે આ જગ્યા ખૂબ જ લોકપ્રિય છે. કાશ્મીરમાં દરેક ઋતુનો પોતાનો રંગ હોય છે અને ઋતુના મૂડને ધ્યાનમાં રાખીને તેની મુલાકાત લેવી એક અલગ અનુભવ બની શકે છે. ચોમાસાની ઋતુ કાશ્મીરને અલગ જ લૂક આપે છે. લીલીછમ ખીણો, ધોધ અને નદીઓ ચોમાસામાં વધુ સુંદર લાગે છે. જો તમે ચોમાસા દરમિયાન કાશ્મીર જવાનું વિચારી રહ્યા હો તો અહીંની કેટલીક લોકપ્રિય જગ્યાઓની તમે ચોક્કસપણે મુલાકાત લેજો. કાશ્મીરમાં ફરવાનો બેસ્ટ સમય માર્ચથી લઈને ઓગસ્ટ અને મિડ સપ્ટેમ્બર સુધીનો ગણાય છે.

કાશ્મીરમાં જોવાલાયક 5 સ્થળો

 ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીર ફરવા જવું હોય તો અહીં જરૂર જજો hum dekhenge news

પહેલગામ

પહેલગામની ખીણો ચોમાસામાં લીલીછમ બની જાય છે. બેતાબ વેલી, અરુ વાની અને લિદ્દરવટ જેવા સ્થળો ચોમાસા દરમિયાન વધુ સુંદર લાગે છે. પહેલગામ કાશ્મીરનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે. લિદ્દર નદીના કિનારે વસેલું આ શહેર તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. લીલીછમ ખીણો, શાંત તળાવો, બરફથી ઢંકાયેલ પર્વતો અને લિદ્દર નદીનો શાંત પ્રવાહ આ ખીણને સ્વર્ગ સમાન બનાવે છે.

સોનમર્ગ

સોનમર્ગ કાશ્મીરની બીજી સુંદર ખીણ છે જેને ‘મેડોઝ ઑફ ગોલ્ડ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ખીણ તેની પ્રાકૃતિક સુંદરતા, બરફથી ઢંકાયેલા પર્વતો અને શાંતિપૂર્ણ વાતાવરણ માટે પ્રખ્યાત છે. ચોમાસા દરમિયાન તમે અહીં તાજા પાણીના તળાવો અને ખીણોનો આનંદ માણી શકો છો. અહીંનો નજારો એકદમ સ્વર્ગ જેવો લાગે છે.

ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીર ફરવા જવું હોય તો અહીં જરૂર જજો hum dekhenge news

યુસમર્ગ

યુસમર્ગ કાશ્મીરનું એક છુપાયેલું રત્ન છે. તે એક નાનું હિલ સ્ટેશન છે જે તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતું છે. ગાઢ જંગલો, સુંદર ખીણો અને બરફથી ઢંકાયેલા પર્વતો યુસમર્ગને શાંતિપૂર્ણ અને આકર્ષક સ્થળ બનાવે છે.

દાલ લેક, શ્રીનગર

દાલ લેક કાશ્મીરના સૌથી સુંદર અને લોકપ્રિય તળાવોમાંથી એક છે. શ્રીનગર શહેરની મધ્યમાં આવેલું આ તળાવ તેની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. દાલ સરોવર માત્ર કાશ્મીરની ઓળખ જ નથી, પરંતુ તે સ્થાનિક લોકો માટે રોજગારનું મુખ્ય સાધન પણ છે.

ધરતીના સ્વર્ગ ગણાતા કાશ્મીર ફરવા જવું હોય તો અહીં જરૂર જજો hum dekhenge news

અરુ વેલી

અરુ વેલી કાશ્મીરની ખૂબ જ સુંદર ખીણ છે. તે પહેલગામથી લગભગ 12 કિલોમીટરના અંતરે આવેલી છે અને તેના શાંત અને મોહક કુદરતી સૌંદર્ય માટે જાણીતી છે. લીલાછમ ઘાસના મેદાનો, ભવ્ય હિમાલયના શિખરો અને લિદ્દર નદીનો શાંત પ્રવાહ આ ખીણને સ્વર્ગ સમાન બનાવે છે.

 આ પણ વાંચોઃ ઓગસ્ટમાં રજાઓની ભરમાર! પરિવાર સાથે વેકેશન ગાળવા માટે 5 પરફેક્ટ ડેસ્ટિનેશન

Back to top button