હેલ્થ

સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ખાટીમીઠી કીવીના ગુણ અનેરા

કીવી ફળ સામાન્ય ફળ કરતાં થોડું વધુ મોંઘુ હોય છે. તેનો સ્વાદ ખટમધુરો હોય છે. કીવીમાં એન્ટી ઓક્સીડન્ટ, એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટી હાઇપરટેંસિવ જે રક્તચાપને નિયંત્રણમાં લાવે છે. તેમજ તેમાં એન્ટીથ્રોમ્બોટિક એટલે કે રક્તના ગઠ્ઠા ન જામવા દેવા ગુણ સમાયેલા હોય છે. આ ઉપરાંત તેમાં વિટામિન-સી, પોટેશિયમ તથા કેલ્શિયમની સાથેસાથે ફાઇબર પણ સારા પ્રમાણમાં હોય છે. કીવીમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે. જે ઇમ્યુન પાવરમાં સુધારો કરીને ઠંડી ઋતુમાં થતી સામાન્ય તકલીફોથી બચાવે છે. તેમાં સમાયેલા વિટામિન-ઇ કોશિકાઓને ઓક્સીડેટિવ સ્ટેરસના પ્રભાવથી બચાવે છે. તેમાં રહેલ ફોલેટ ગર્ભવાસ્થા દરમિયાન લાભકારી છે. આ ઉપરાંત કીવીમાં સમાયેલ પોટેશિયમ બ્લડપ્રેશરને અંકુશમાં રાખવામાં સહાયક છે. જ્યારે કીવી ડાયાબિટીસ અને હૃદય રોગ માટે પણ લાભકારી છે.

હૃદય સંબંધી : કીવી ફ્રૂટના ફાયદાની વાત કરીએ તો, તે હૃદયને લગતી સમસ્યાઓ માટે ફાયદાકારક છે. એક સંશોધનના અનુસાર જાણવા મળ્યું છે કે, કીવી હૃદય રોગની સમસ્યામાં રક્ષણ કરે છે. આ ફળનું 28 દિવસ સુધી સેવન કરવામાં આવે તો પ્લેટલેટહાઇપરએક્ટિવિટી,પ્લાઝમા લિપિડ તથા બ્લડપ્રેશરને નિયંત્રણમાં લાવી શકે છે. હૃદય રોગથી પીડાતી વ્યક્તિએ દવાઓનું સેવન ચાલુ રાખવું જોઇએ અને ડોકટરીની સલાહ અનુસાર કીવીનું સેવન કરવું જોઇએ.

પાચન અને કબજિયાત : પાચન અને કબજિયાત જેવી સામાન્ય તકલીફમાં કીવીનું સેવન ગુણકારી છે. તેમાં કેલસેટિવ ગુણ સમાયેલો છે, જે પેટને સાફ કરવામાં મદદ કરે છે.

વજનને સંતુલિત રાખે : કીવીમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ પ્રમાણમાં હોવાથી તેને સ્નેકસ તરીકે આહારમાં સામેલ કરવાથી વજન વધવાનું જોખમ રહેતું નથી.

ડાયાબિટીસ : કીવીને લો જીઆઇ એટલે કે ઓછા ગ્લાઇસેમિક ઇન્ડેક્સની યાદીમાં સમાયાવમાં આવ્યું છે.ઓછા ગ્લાઇસેમિક ઇન્ડેક્સવાળા ખાદ્ય પદાર્થો બ્લડ સુગર અને ઇન્સુલિનની માત્રાને સંતુલિત કરવીને મધુમેહમાં વજનને સંતુલિત રાખવામાં સહાયક હોય છે. કીવી વિટામિન-સીનો સારો સ્ત્રોત છે જે ટાઇપ ટુ ડાયાબિટીસ માટે ઉત્તમ ફળ છે.

ત્વચા માટે ગુણકારી : કીવીમાં ત્વચાને જરૂરી એવા એટી ઓક્સીડન્ટ સમાયેલા છે. જે ત્વચાને પ્રદૂષણ અને સૂર્યના હાનિકારક કિરણોથી સુરક્ષિત રાખવાની ક્ષમતા ધરાવે છે. તેના સેવનથી ત્વચા પરની કરચલી દૂર થાય છે, ત્વચા યુવાન અને સુંદર રહે છે. કીવીમાં વિટામિન ઇ સમાયેલું છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકીલી બનાવે છે.

રોગપ્રતિરોધક ક્ષમતા : કીવીનું સેવન રોગ પ્રતિરોધક ક્ષમતા માટે લાભકારી થઇ શકે છે. કીવીમાં વિટામિન-સી, કેરોટિનોઇડ, પોલીફેનોલ અને ફાઇબર સમાયેલા છે. જે ઇમ્યુન સિસ્ટમ સાથેસાથે વિવિધ પ્રકારના રોગને દૂર રાખવામાં સહાયતા કરે છે.

બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે : કીવીમાં એવા બાયોએક્ટિલ પદાર્થ હોય છે, જે બ્લડ પ્રેશરને અંકુશમાં રાખે છે.

સારી નિંદ્રા : એક રિસર્ચ અનુસાર, રાતના સૂવાના એક કલાક પહેલા કીવીના ફળનું સેવન કરવાથી સારી નિંદ્રા માટે સહાયક જોવા મળ્યું છે. તેમાં સેરોટોનિન નામનું એક પ્રકારનું કેમિકલ સમાયેલું જોવા મળ્યું છે, જે સારી નિંદ્રા માટે મદદગાર છે.

સ્ટ્રેસ : કીવીમાં એન્ટી ઓક્સિડન્ટસ ગુણ સામેલ હોય છે.જે સ્ટ્રેસના કારણે થનારી ક્ષતિથી પણ શરીરને રક્ષણ આપે છે.

કેન્સર : એક સંશોધનના અનુસાર, અમુક ફળોમાં એન્ટી કેન્સર ગુણ સાથેસાથે કાર્સિનોજેન્સ એટલે કે કેન્સર પેદા કરનારા તત્વોને રોકવાનો પ્રભાવ હોય છે. આવા ફળોની યાદીમાં કીવી પણ સામેલ છે. તેમાં સમાયેલા વિટામિન-સી, પોલીફેનોલ્સ, એન્ટીટયૂમર અને એન્ટી ઓક્સીડન્ટ ગુણોના કારણે કેન્સરના બચાવમાં સહાયક થઇ શકે છે.

આંખ માટે ફાયદાકારક : વય સાથે થતી આંખની રોશનીની સમસ્યા માટે કીવીનું સેવન ફાયદાકારક છે. તેમાં લ્યૂટિન અને જિયાજૈન્થિન જેવા ફાઇટોકેમિકલ્સ સમાયેલા છે. જે લીલા શાકભાજીમાં પણ હોય છે, અને તેનું સેવન આંખ માટે ગુણકારી કહેવામાં આવ્યું છે.

લિવર : એક રિસર્ચથી સાબિત થયું છે કે, કીવીનું સેવન લિવરથી સંબંધિત સમસ્યાઓને રોકવામાં સહાયક છે. તેમાં સમાયેલા એન્ટી ઓક્સીડન્ટસ ગુણ તાણને ઓછી કરવાની ક્ષમતા ધરાવે છે. કીવી એ ખાદ્યપદાર્થોની શ્રેણીમાં છે, જેમાં હેપ્ટોપ્રોટેક્ટિવ લિવરને સુરક્ષિત રાખવાનો ગુણ હોય છે.

બ્લડ ક્લોટિંગ : રક્તના ગઠ્ઠા થવાથી સ્ટ્રોક, હાર્ટ એટેક તથા કિડની જેવી સમસ્યાઓનું જોખમ વધી જતું હોય છે. કીવીમાં એટીથ્રોમ્બોટિક એટલે કે રક્તને ન જામવા દે તેવા ગુણ સમાયેલા છે.

ખીલ : કીવીમાં વિટામિન સી હોવાથી ખીલની સમસ્યામાં રાહત આપે છે.

વાળ : કીવીમાંજિન્ક, મેગ્નેશિયમ તથા ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. જે વાળને વધારવામાં મદદ કરે છે. તેમજ વિટામિન સી અને ઇ સમાયેલા હોવાથી વાળને ખરતા અટકાવે છે. કીવીના બિયામાં સમાયેલ તેલમાં ઓમેગા 3 ફેટી એસિડ વાળના મોઇશ્ચરને જાળવી રાખવામાં મદદ કરે છે.

Back to top button