ગુજરાતબિઝનેસ

આવતા સપ્તાહે બેંકના આર્થિક વહીવટ વ્હેલાસર પતાવી લેજો, 25-26 શનિ-રવિ અને 27મીએ હડતાળ

Text To Speech

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના આહ્વાન પર 27મી જૂને રાજ્યની કોમર્શિયલ બેંકોમાં હડતાળ રહેશે. યુનિયનોએ આ અંગેની જાહેરાત કરી છે. બેંકના કર્મચારીઓ 31મી માર્ચ 2010 પછી યોગદાન આપનાર કર્મચારીઓ માટે NPSના બદલે પેન્શન અને જૂની પેન્શન સ્કીમની માંગ કરી રહ્યા છે. બેંક હડતાળને કારણે 27મી જૂને બેંકો 3 દિવસ બંધ રહેશે. 25મીએ મહિનાનો ચોથો શનિવાર અને 26મીએ રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે.

યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ લાંબા સમયથી બેંકોમાં 5 દિવસનું સપ્તાહ લાગુ કરવાની માંગ કરી રહ્યું છે. તેમનું કહેવું છે કે બેંકોએ અઠવાડિયામાં માત્ર પાંચ દિવસ જ કામ કરવું જોઈએ. આ નિયમ રિઝર્વ બેંક, નાબાર્ડ અને ખાનગી ક્ષેત્રની મોટાભાગની મોટી કંપનીઓમાં લાગુ છે. UFBUએ હવે કહ્યું છે કે જો સરકાર તેમની 5 દિવસની નોકરી અને પેન્શનની માંગણીઓ નહીં સ્વીકારે તો બેંકોના કર્મચારીઓ આંદોલનને વધુ ઉગ્ર બનાવશે.

UFBU એ દેશના 9 બેંક યુનિયનોનું સંયુક્ત સંગઠન છે જેમાં ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશન (AIBEA), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ કોન્ફેડરેશન (AIBAC), ઓલ ઈન્ડિયા બેંક ઓફિસર્સ એસોસિએશન (AIBOA) નેશનલ કોન્ફેડરેશન ઓફ બેંક એમ્પ્લોઈઝ (NCBE) બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન ઓફ ઈન્ડિયા (BEFI), ઈન્ડિયન નેશનલ બેંક ઓફિસર્સ કોંગ્રેસ (INBOC), ઈન્ડિયન નેશનલ બેંક એમ્પ્લોઈઝ ફેડરેશન (INBEF), નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક વર્કર્સ અને નેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ બેંક ઓફિસર્સ (NOBO) સામેલ છે.

Back to top button