બ્રિટેન 2022ના અંત સુધી એક વર્ષની મંદીની ઝપેટમાં આવી જશે, જે 2008ના નાણાંકીય સંકટ પછી સૌથી લાંબી અને 90ના દશકા જેટલી ગંભીર હશે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ ઠંડીમાં ગેસ અને ઇંધણની વધતી કિંમતોના કારણે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે એક ચેતાવણીમાં આ વાતનો ખુલાસો કર્યો છે. બેન્ક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા વ્યાજના દરોને 0.5 ટકા વધારીને 1.75 ટકા કર્યા બાદ બ્રિટનની હાલત વધુ ખરાબ થઇ ગઇ છે, જોકે 1997 બાદ સૌથી વધુ વધારો થયો છે.
બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજદરોને વધાર્યા
બેન્ક ઓફ ઇંગ્લેન્ડે વ્યાજ દરોમાં 0.50 ટકાનો વધારો કરી દીધો છે, અને આ વધીને 1.75 ટકા પર લાવવામાં આવ્યો છે. આ વર્ષ 1995 બાદ કોઇ એકવારમાં વ્યાજદરોમાં કરવામાં આવેલો સૌથી મોટો વધારો છે. આની સાથે જ ગ્રૉથ પ્રૉજેક્શન અને આગળના આઉટલૂકને લઇને ગંભીર ચિંતા દર્શાવવામાં આવી છે. બેન્ક તરફથી કહેવામા આવ્યુ છે કે ગંભીર આર્થિક સ્થિતિમાં વાસ્તવિક ઘરેલુ આવકમાં સતત બે વર્ષોમાં ઘટાડો આવશે, 1960ના દાયકામાં રેકોર્ડ શરૂ થયા બાદ આવુ પહેલીવાર બન્યુ છે.
રશિયાની કાર્યવાહી જવાબદાર – બેન્ક ઓફ ઇંગ્લેન્ડ
મહામારી અને યૂક્રેનમાં યુદ્ધના ખાદ્ય, ઇંધણ, ગેસ અને કેટલીય અન્ય વસ્તુઓની કિંમત સતત વધી રહી છે. ગવર્નર એન્ડ્ર્યૂ બેલીએ આર્થિક સંકટ અને ઉર્ઝા ઝટકા માટે રશિયન કાર્યવાહીઓને જવાબદાર ગણાવી છે. ડેલી મેઇલના રિપોર્ટ અનુસાર, આ ખબર આવ્યા પછી સામાન્ય લોકોમાં પણ ચિંતા વધી ગઇ છે. ઉર્જાની કિંમતો અર્થવ્યવસ્થાને પાંચ ત્રિમાસિક મંદીમાં ધકેલી દેશે. GDP 2023માં પ્રત્યેક ત્રિમાસિકમાં સંકોચાઇ જશે અને 2.1 ટકા સુધી નીચે જશે. બેન્કે ગુરુવારે કહ્યું કે, – ત્યારબાદ વિકાસ ઐતિહાસિક માપદંડોથી બહુજ કમજોર છે, આ ભવિષ્યવાણી કરતા કે 2025 સુધી શૂન્ય કે થોડો વિકાસ થશે.