આ બાળકીનો અંધાધૂધ બંદૂક ચલાવવાનો અંદાજ અદ્દભૂત છે, જુઓ વીડિયો
વાઇરલ વીડિયો, 31 જાન્યુઆરી : કેટલીક એવી વસ્તુઓ હોય છે, જેનું નામ સાંભળીને જ બીક લાગે છે, જેમ કે, બંદૂક, ગોળી અને બોમ્બ જે આપણી સુરક્ષા માટે છે અને તે વિનાશ ફેલાવવામાં પણ સક્ષમ છે. ઘણી વખત તેના કારણે અણધાર્યા અકસ્માતો પણ સર્જાય છે. તેથી જ બધા કહે છે કે આવી વસ્તુઓ ખાસ બાળકોથી દૂર રાખવી જોઈએ. પરંતુ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહેલો વીડિયો જેમાં એક નાની બાળકી અંધાધૂંધ ગોળીઓ ચલાવતી જોવા મળી છે.
ઓટમ ફ્રાય નામની આ બાળકી પોતાના બંને હાથ વડે ગોળીઓ ચલાવે છે. તેની આ સ્ટાઇલ જોરદાર છે. તેને જોઈને તમને એવું નહીં લાગે કે તે નાની છોકરી છે, તે પોલીસ કે સૈનિકની જેમ આત્મવિશ્વાસથી ફાયરિંગ કરતી જોવા મળે છે. જો કે આ વિડિયો જૂનો છે, પરંતુ ફરી એક વાર અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
નાની બાળકીનો અનોખો અંદાજ
વાઈરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળકી તેના બંને હાથમાં બંદૂક પકડીને બેઠી છે. તેણીને એવી રીતે તાલીમ આપવામાં આવે છે કે તેણી આંખોને બચાવવા માટે ચશ્મા પહેરીને સતત ગોળીઓ ચલાવી રહી છે. જ્યારે એક બંદૂકની ગોળીઓ ખતમ થઈ જાય છે, ત્યારે તે તેને ફેંકી દે છે અને જ્યારે બીજી બંદૂક પણ ખાલી થઈ જાય છે, ત્યારે તે કેમેરા સામે નિર્દોષતાથી સ્મિત કરે છે. આ વીડિયોમાં છોકરીની ઉંમર ભાગ્યે જ 8 વર્ષની લાગે છે.
Little Sniper
If you were a parent, would you raise your daughter this way?pic.twitter.com/VlcUNWOk0w
— Figen (@TheFigen_) January 27, 2024
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર @TheFigen_ નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે, જેનું કૅપ્શન કંઈક આવું આપવામાં આવ્યું છે -લિટલ સ્નાઇપર. જો તમે માતા-પિતા હોત, તો શું તમે તમારી પુત્રીનો ઉછેર આ રીતે કરત?.
પોતાની યુટ્યુબ ચેનલ
View this post on Instagram
17 સેકન્ડના આ વીડિયોને 94 લાખ કરતાં વધુ વખત જોવામાં આવ્યો છે. લોકોએ આના પર પોતાની પ્રતિક્રિયા આપી છે અને છોકરીના શૂટિંગના વખાણ કર્યા છે. ઓટમ ફ્રાય નામની આ છોકરીની પોતાની યુટ્યુબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે, જેના પર હજારો લોકો તેને ફોલો કરે છે.
View this post on Instagram
આ ઉપરાંત, ઘણા લોકો હથિયારોના આ પ્રદર્શનને છોકરી માટે સારું માનતા નથી. તેમનું કહેવું છે કે તે ગન કલ્ચરને પ્રોત્સાહન આપે છે.
આ પણ વાંચો : અમેરિકાના H-1B વિઝા માટે નવો નિયમ, ભારતીયોને ફાયદો થશે?