અંકલેશ્વર GSTના આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડન્ટને CBIએ લાંચ લેતા ઝડપી પાડ્યા
ગુજરાતમાં ATS વિભાગે મોટું ગત રોજને મોટું ઓપરેશન હાથ ધર્યુ છે. જેમાં સમગ્ર રાજ્યમાં 150 સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં ભરુચ,સુરત, અમદાવાદ સહિતના અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા જે બાદ આજે સેન્ટ્રલ GSTના આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડન્ટને લાંચ લેતા CBIએ ઝડપી પાડ્યા છે.
CBIને મળતી માહિતી મુજબ ભરુચના અંકલેશ્વર ખાતે GSTના આસિસ્ટન્ટ કમિશનર અને સુપ્રિટેન્ડન્ટ બન્ને અધિકારીને રુ. 75 હજારની લાંચ લેતા CBI દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બન્ને અધિકારીઓ એક ટ્રાન્સપોર્ટર પાસે તપાસના બહાને લાંચ માગી અને CBના ઓપરેશનમાં સપડાઈ ગયા હતા. આ બંને અધિકારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન રૂપિયા 1.97 લાખની રોકડ રકમ હાથ લાગી હતી.
આ પણ વાંચો:કોંગ્રેસે આ શું માંડ્યું છે, હવે ઉમેદવારોને મેન્ડેટ આપવામાં પણ કરી રહી છે ભૂલ
ગુજરાતમાં ATS અને GST વિભાગ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યુ છે જેમાં GST વિભાગનું રાજ્યના 13 જિલ્લામાં ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. ત્યારે આ ઓપરેશન સુરતથી 10થી લોકોની અટકાયત કરી છે