- શિક્ષાના ધામમાં ગાંજાના છોડ મળી આવ્યા.
ગુજરાત યુનિવર્સિટી: ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે. રાજ્યમાં યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવવાની આ બીજી ધટના સામે આવી છે. થોડા સમય પહેલાં રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી ગાંજાના છોડ મળી આવ્યા હતા.
હજુ થોડા દિવસ પહેલા જ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાંથી મળેલા ગાંજાના છોડ મામલે FSLનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમા મળી આવેલા છોડ ગાંજાના જ હતા તે પુરવાર થયુ છે. ત્યારે વધુ એક શિક્ષાના ધામમાંથી ગાંજાના છોડ મળી આવ્યા છે.
યુનિવર્સિટીમાં પકડાયો ગાંજાનો છોડ#gujaratuniversity #university #Cannabis #gujaratuniversitypolice #gujaratpolice #police #news #NewsUpdate #Gujarat #gujaratinews #humdekhengenews pic.twitter.com/dUIWr0V78H
— Hum Dekhenge News (@humdekhengenews) August 7, 2023
ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસના D-બ્લોક પાસેથી ગાંજાના બે છોડ મળી આવ્યા છે. ત્યારે પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. કોણએ આ ગાંજાના છોડનું અહીં વાવેતર અહીં કર્યુંએ હજી બહાર નથી આવ્યું, પરંતું NSUIના કાર્યકરોએ દાવો કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસમાં ગાંજાની ખેતી થાય છે.
હોસ્ટેલ સંચાલકો સામે સવાલ:
NSUIના કાર્યકર્તાઓએ ગાંજાના છોડ બહાર પાડ્યા છે. ત્યારે સવાલોએ પણ ઉઠ્યો છે કે હોસ્ટેલના સંચાલકો અત્યાર સુધી શું કરતા હતા કે તેમને અત્યાર સુધી આ છોડ 6-6 ફુટના થઈ ગયા છતાં કોઈને જાણ પણ ન થઈ.
શિક્ષાના ધામમાં જ જો આવા નસિલા પદાર્થો મળતાં રહેશે તો ચોક્કસથી દેખાઈ જ રહ્યું છે કે, અત્યારની યુવા જનરેશન શિક્ષણના નામે ઘર છોડીને ભણવા આવે, મા-બાપ મહેનત કરાવીને તેમના શિક્ષણ પાછળ ખર્ચા કરે ત્યારે બાળકો આવા નસિલા પદાર્થોનું સેવન કરેએ યોગ્ય નથી.
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં ડબ્બા ટ્રેડિંગને ડામવા સેધાજીને જ નહીં અનિલને પણ પકડવો પડશે