ટોપ ન્યૂઝનેશનલ

આસામ સરકારે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી કાયદો રદ કર્યો

Text To Speech
  • મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કરી જાહેરાત
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી

અમદાવાદ, 18 જુલાઈ : આસામ સરકારે રાજ્ય મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1935ને રદ કર્યો છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ તેમના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ બે કાયદા હવે આસામ રિપીલિંગ બિલ 2024 દ્વારા બદલવામાં આવશે.

જાણો શું કહ્યું CM સરમાએ …?

મુખ્યમંત્રી સરમાએ જણાવ્યું હતું કે, ‘અમે બાળ લગ્ન સામે વધારાના સુરક્ષા પગલાં લઈને અમારી દીકરીઓ અને બહેનોને ન્યાય સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આજે આસામ કેબિનેટની બેઠકમાં, અમે અસમ રિપીલ બિલ 2024 દ્વારા આસામ મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી અધિનિયમ 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે.

ચોમાસુ સત્રમાં બિલ કરાશે રજૂ

સીએમએ કહ્યું કે આ કાયદાનો હેતુ આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ એક્ટ 1935 અને આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજિસ્ટ્રેશન રૂલ્સ 1935ને રદ કરવાનો છે. તેમણે કહ્યું કે આ બિલ આગામી ચોમાસામાં આસામ વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. આસામ કેબિનેટે રાજ્યમાં મુસ્લિમ લગ્નોની નોંધણી માટે કાયદો લાવવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ મુદ્દે વિધાનસભામાં પણ ચર્ચા થશે.

રાજ્યની મુસ્લિમ વસ્તી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય છે કે, એક દિવસ પહેલા આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમાએ રાજ્યમાં વસ્તી વિષયક ફેરફારો વિશે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. જેમાં મુસ્લિમ વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો હતો. સરમાએ કહ્યું હતું કે, ‘ડેમોગ્રાફી બદલવી એ મારા માટે ગંભીર મુદ્દો છે. આસામમાં મુસ્લિમ વસ્તી 1951માં 12 ટકાથી વધીને આજે 40 ટકા થઈ ગઈ છે. અમે ઘણા જિલ્લાઓ પર નિયંત્રણ ગુમાવી દીધું છે. આ માત્ર રાજકીય બાબત નથી; આ મારા માટે જીવન અને મૃત્યુનો મામલો છે. ઝારખંડની રાજધાની રાંચીમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી હતી.

Back to top button