Asia Cup 2023 : આ તારીખે જાહેર કરાશે શેડ્યૂલ,BCCI અને PCB વચ્ચે હાઇબ્રિડ મોડલ પર સહમત થયા
Asia Cup 2023 : ભારત હાલ વેસ્ટ ઈન્ડિઝ સામેની સિરીઝ શરુ થવા જઈ રહી છે. ત્યારે હવે ભારત અને પાકિસ્તાનના ક્રિકેટપ્રેમીઓ માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. BCCI અને PCB વચ્ચે મતભેદો દુર કરીને એશિયા કપ 2023 માટેના હાઇબ્રિડ મોડલ પર સહમત થયા છે. આ વચ્ચે ભારત હવે પાકિસ્તાન જશે નહી.
14 જુલાઈએ થશે શેડ્યૂલ જાહેર
ભારત અને પાકિસ્તાન વચ્ચે સહમતિ બાદ એશિયાકપનું શેડ્યૂલ 14 જુલાઈએ જાહેર થશે.ઝકા અશરફ અને જય શાહ આગામી ટૂર્નામેન્ટ અંગે ચર્ચા કરવા ડરબનમાં મળ્યા હતા.
BCCI secretary won't be traveling to Pakistan for Asia cup as the news spread in Pakistan media was fake. [PTI] pic.twitter.com/7Nmhp67Lpw
— Johns. (@CricCrazyJohns) July 12, 2023
શું કહ્યું PCB ના ચેરમેન ઝકા અશરફ એ..?
અશરફે પાકિસ્તાની મીડિયાને કહ્યું, “આ એક સારી શરૂઆત છે અને આવી વધુ બેઠકો થશે. અમે વધુ બેઠકો યોજવા અને સંબંધો સુધારવા માટે સંમત થયા છીએ. આ એક સારી શરૂઆત છે.” છેલ્લા ઘણા મહિનાઓથી ટૂર્નામેન્ટની યજમાની પર ચાલી રહેલા વિવાદ પર, બંને પક્ષોએ પરસ્પર સંમતિથી આગળ વધવાનું નક્કી કર્યું. અગાઉ, પીસીબીના તત્કાલીન વડા નજમ સેઠીએ પ્રારંભિક વિરોધ બાદ દાવો કર્યો હતો કે પીસીબી એસીસીના પ્રસ્તાવિત હાઇબ્રિડ મોડલને સ્વીકારવામાં ખુશ છે. પરંતુ જ્યારે ઝકા અશરફે સેઠી પછી પીસીબીની કમાન સંભાળી ત્યારે પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ.
ઝકા અશરફે હાઈબ્રિડ પ્રસ્તાવ સામે ઉઠાવ્યા સવાલ
ઝકા અશરફે હાઇબ્રિડ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવતા દાવો કર્યો હતો કે તેઓ પાકિસ્તાનમાં માત્ર 4 મેચ રમવાનું સ્વીકારશે નહીં, જ્યારે બાકીની 9 મેચ શ્રીલંકામાં રમવાની હતી. પરંતુ હવે જ્યારે બંને દેશોના બોર્ડ ડરબનમાં મળ્યા હતા, ત્યારે બંને હાઇબ્રિડ મોડલ પર સંમત થયા છે અને એશિયા કપ 2023નું શેડ્યૂલ 14 જુલાઈએ રિલીઝ થવાનું છે.
એકબીજાને આમંત્રણ આપવા જેવું કઈ નહતું
પાકિસ્તાની મીડિયાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે અશરફ અને શાહ બંનેએ પરસ્પર આમંત્રણોની આપલે કરી હતી. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહને પાકિસ્તાનમાં એશિયા કપ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જ્યારે શાહે અશરફને ભારતમાં ICC વર્લ્ડ કપ માટે આમંત્રણ આપ્યું હતું. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, “અમે એશિયા કપ અંગે ચર્ચા કરી છે અને હાઇબ્રિડ મોડલને મંજૂરી આપવામાં આવી છે. એકબીજાને આમંત્રણ આપવા જેવું કંઈ નહોતું.”
આ પણ વાંચો : World Cup 2023ની સેમીફાઈનલની ટિકિટની કિમતને લઇને બંગાળ ક્રિકેટ એસોસિએશનએ કરી જાહેરાત