ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કેટલીક ચોંકાવનારી વિગતો મળી

Text To Speech
  • ગેંગ દ્વારા બાંગ્લાદેશથી 50 જેટલી સગીરાઓનું અપહરણ કરાઇ અમદાવાદ લવાઇ
  • સગીરાને છુપાવનાર આરોપી અંગે પણ શોધખોળ શરૂ કરવામાં આવી
  • ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ અનેક મોટા દલાલો અંડર ગ્રાઉન્ડ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને કેટલીક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં બાંગ્લાદેશથી 11 વર્ષની સગીરાનો અમદાવાદમાં 40 હજારમાં સોદો કર્યો હતો.

સગીરાને છુપાવનાર આરોપી અંગે પણ શોધખોળ શરૂ કરવામાં આવી

દેહ વ્યાપારનું નેટવર્ક ધરાવતા દલાલ મારફતે નારોલમાં 40 હજાર રૂપિયામાં તેનો સોદો કરી દેવાયો હતો. જેમાં સગીરાનો સોદો કરનાર ગેંગ દ્વારા બાંગ્લાદેશથી 50 જેટલી સગીરાઓનું અપહરણ કરીને ગુજરાતમાં લાવી દેહવ્યાપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. આ ઉપરાંત, ચાંદલોડિયા વિસ્તારમાં સગીરાને છુપાવનાર આરોપી અંગે પણ શોધખોળ શરૂ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ અનેક મોટા દલાલો અંડર ગ્રાઉન્ડ

કેસની તપાસમાં પોલીસને જણવા મળ્યું હતું કે, ચાંદલોડિયામાં ચોક્કસ વિસ્તારમાં મોટા પ્રમાણમાં બાંગ્લાદેશી તેમજ દેશના અન્ય રાજ્યોની યુવતીઓને લાવીને તેમને એજન્ટો દ્વારા દેહવ્યાપારના સોદા કરવામાં આવતાં હતા. જોકે, ક્રાઇમ બ્રાન્ચના દરોડા બાદ અનેક મોટા દલાલો અંડર ગ્રાઉન્ડ થઈ ગયા છે.

બાંગ્લાદેશથી સગીરાને આશરે એક વર્ષ પહેલાં ચોકલેટની લાલચ આપી લવાઇ

બાંગ્લાદેશથી સગીરાને આશરે એક વર્ષ પહેલાં ચોકલેટની લાલચ આપીને નિઝામ અને હસીના નામના દંપતિએ તેનું અપહરણ કરીને જંગલ માર્ગે કોલકાતા લાવ્યા હતાં. બાગમાં ત્યાંથી તેને ગુજરાતમાં સક્રિય ગેંગ દ્વારા અમદાવાદના ચાંદલોડિયામાં લાવવામાં આવી હતી. ત્યારબાદ, તેની સાથે કેટલાંક લોકો સાથે દેહનો સોદો કરાવ્યો હતો.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 19 કલાક બાદ કાબૂમાં, સેનાની મદદ લેવી પડી

Back to top button