ફ્રાંસના રાષ્ટ્રપતિનું એલાન : દેશનાં 18 થી 25 વર્ષના યુવાનોને સરકાર આપશે ફ્રી કોન્ડમ
ફ્રાંસની સરકાર દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત એવી છે કે હવે ફ્રાંસની સરકાર તેના દેશનાં 18 થી 25 વર્ષના યુવાનોને ફ્રીમાં કોન્ડમ આપશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ આ જાહેરાત કરી છે. આ જાહેરાત પાછળ સરકારનો શું ઉદ્દેશ્ય છે, તે જાણીએ.
આ પણ વાંચો : ત્રાહિમામ ! ચીનમાં દવાઓનો પુરવઠો ખોરવાયો, દુકાનો પર લાગી રહી છે લાંબી લાઈનો
અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે લેવાયો નિર્ણય
જાણકારી અનુસાર ફ્રાંસની સરકારે આ નિર્ણય અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે કરવામાં આવ્યો છે. તેથી હવે અનિચ્છનીય ગર્ભાવસ્થાન એટલે કે Unwanted Pregnancy ને ઓછી કરવા માટે ફ્રાંસના યુવાનોને મફતમાં કોન્ડમ મળશે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ આ નિર્ણય વિશે કહેતા કહ્યું કે, આ ગર્ભનિરોધક માટે એક નાની ક્રાંતિ છે, તેથી સરકાર હવે 18 થી 25 વર્ષના યુવાનોને જે ફ્ કોન્ડમ આપવાના છે, તેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવશે.
ફ્રાંસની યુવતીઓ માટે પણ Free Birth Control યોજના
એક રિપોર્ટસ્ અનુસાર ફ્રાંસમાં સ્વાસ્થ્ય અધિકારીઓ કહે છે કે વર્ષ 2020 અને 2021માં યૌન પ્રસારિત રોગો એટલે કે Sexually Transmitted Diseases નો 30 ટકા વધારો થયો છે. જેને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા પણ રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનના નેતૃત્વવાળી સરકારે આ વર્ષે જ 18 થી 25 વર્ષની યુવતીઓ માટે પણ મફત જન્મ નિયંત્રણ (Free Birth Control) યોજના પણ શરુ કરાઈ હતી, જેને હેઠળ યુવતીઓને ફ્રી ગર્ભનિરોધક ગોળી આપવામાં આવતી હતી, કારણ કે ઘણી યુવતીઓ આ ગોળીનો ખર્ચો નહોતી ઉઠાવી શકતી, તેથી આ યોજના હેઠળ તેમને મદદ મળતી હતી. ત્યારબાદ હવે યુવાનો માટે ફ્રી કોન્ડમની જાહેરાત કરવામાં આવી છે.