સ્પોર્ટસ

ભારતીય ક્રિકેટનો ‘અમૃતકાળ’, ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં બન્યું નંબર-1

ભારતીય ક્રિકેટ માટે હાલનો સમય ‘અમૃતકાળ‘ સમાન છે. ભારતીય ક્રિકેટ ટીમે ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં નંબર-1 બની ગયું છે. માત્ર ત્રણેય ફોર્મેટ જ નહી પરંતુ ખેલાડીઓની રેન્કિંગમાં પણ આગળ છે, કારણકે ટોપ-10 ખેલાડીઓમાં પણ ભારતીય ખેલાડીઓનો દબદબો છે. સુર્યકુમાર યાદવ, શુભમ ગિલ, મોહમ્મદ સિરાજ સહિત ઘણા ભારતીય ખેલાડીઓ ટોપ-10 ખેલાડીઓમાં સ્થાન છે.

દેશની આઝાદીના 75 વર્ષ નિમિત્તે સમગ્ર દેશમાં હાલ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ચાલી રહ્યો છે. ત્યારે 15 ફેબ્રુઆરી પણ ભારતીય ક્રિકેટ જગત માટે ‘અમૃતકાળ’ સાબિત થયું છે. કારણ કે ભારતીય ક્રિકેટ ટીમ ક્રિકેટના ત્રણેય ફોરમેટમાં નંબર 1 બની ગયું છે. તમને જણાવી દઈએ કે ભારત માટે આ ઐતિહાસિક પળ કહી શકાય, કારણકે આ પહેલા ભારત માટે આવો સમય ક્યારેય નથી આવ્યો. ભારત ટેસ્ટ, વનડે તેમજ  T20માં નંબર-1 બની ગયું છે. એટલું જ નહી ખેલાડીઓ પણ સારુ પ્રદર્શન કરીને ટોપ-10 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું છે.

આ પણ વાંચો : ઐતિહાસિક ક્ષણ : WPL હરાજીમાં ખેલાડીઓના નામ આવતાં શું હતો ભારતીય ડ્રેસિંગ રૂમનો માહોલ ? જુઓ વીડિયો

ટીમ રેન્કિંગ ફરકાવ્યો તિરંગો

15 ફેબ્રુઆરીએ ICC દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટ, વનડે અને T20 ફોરમેટમાં નંબર-1 ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમ વનડે અને T20માં પહેલાથી પ્રથમ ક્રમાંકે હતી પરંતુ ઓસ્ટ્રેલિયા સામેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં નાગપુરની પ્રથમ ટેસ્ટમાં જીત મેળવીને સીધી નબર-1 આવી ગઈ છે. આ અગાઉ ભારતીય ક્રિકેટ ટીમ ટેસ્ટમાં બીજા ક્રમાંકે હતી.

* T20 રેન્કિંગ – ભારત નંબર-1, 267 રેટિંગ્સ
* વનડે રેન્કિંગ – ભારત નંબર-1, 114 રેટિંગ્સ
* ટેસ્ટ રેન્કિંગ – ભારત નંબર-1, 115 રેટિંગ્સ

આ પણ વાંચો : જાણો ભારતીય ક્રિકેટરોની પત્નીઓના અભ્યાસ વિશે

ભારતીય ક્રિકેટ ટીમ હાલ ત્રણેય ફોરમેટમાં રોહિત શર્માની કેપ્ટનશીપ હેઠળ શાનદાર પ્રદર્શન કરી રહી છે. જોકે ટી-20માં રોહિત શર્મા રેગ્યુલર કેપ્ટન નથી, હાર્દિક પંડ્યા હાલમાં આ ફોરમેટના કેપ્ટન છે. આવામાં ICC રેન્કિંગ નંબર-1 પર લઇ જવાનું શ્રેય બંને કેપ્ટનને જાય છે.

ખેલાડીઓનો ટોપ-10 રેન્કિંગમાં દબદબો

જો ખેલાડીઓની રેન્કિંગની વાત કરીએ તો ત્રણેય ફોરમેટમાં કોઈને કોઈ ભારતીય ખેલાડી નંબર-1 પર છે. T20માં સુર્યકુમાર યાદવ નંબર-1 પર છે, વનડેમાં મોહમ્મદ સિરાજ ટોપ બોલર છે અને ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજા ટોપ ઓલરાઉન્ડર છે. આ ત્રણ ટોપ ખેલાડીઓ સિવાય ભારતના બીજા પણ ખેલાડીઓ છે જે ટોપ-10માં સ્થાન ધરાવે છે.

આ પણ વાંચો : સૂર્યકુમાર કુમાર યાદવ રેન્કિંગમાં ટોચ પર, ઈતિહાસ રચવાની નજીક

T20 રેન્કિંગ-

* સૂર્યકુમાર યાદવ – નંબર-1, બેટ્સમેન
* હાર્દિક પંડ્યા – નંબર-2, ઓલરાઉન્ડર

વનડે રેન્કિંગ-

* શુભમ ગિલ- નંબર-6, બેટ્સમેન
* વિરાટ કોહલી – નંબર-7, બેટ્સમેન
* રોહિત શર્મા – નંબર-9, બેટ્સમેન
* મોહમ્મદ સિરાજ – નંબર-1, બોલર

ટેસ્ટ રેન્કિંગ-

* રિષભ પંત – નંબર-7, બેટ્સમેન
* રોહિત શર્મા – નંબર-8, બેટ્સમેન
* રવિચંદ્રન અશ્વિન – નંબર-2, બોલર
* જસપ્રીત બુમરાહ – નંબર-5, બોલર
* રવિન્દ્ર જાડેજા – નંબર-1, ઓલરાઉન્ડર
* રવિચંદ્રન અશ્વિન – નંબર-2, ઓલરાઉન્ડર
* અક્ષર પટેલ – નંબર-7, ઓલરાઉન્ડર

Back to top button